હાલ વિશ્વ કોરોના રોગચાળાનો સામનો કરી રહ્યું છે. ભારતમાં પણ આ મહામારીને કારણે બહુ નુકસાન થયું છે. લોકો પોતાની સામાન્ય જિંદગી જીવવાની રાહ જોઇ રહ્યા છે. લાખો લોકોનો રોજગાર જતો રહ્યો છે. એવામાં ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટિઓ જરૂરિયાતોને મદદ કરી રહી છે. હાલમાં જેકવેલિન ફર્નાન્ડિસ પણ લોકોની મદદે આવી છે.
વાસ્તવમાં જેકવેલિને મહારાષ્ટ્રના પથરાજી અને સકુર ગામડાઓને દત્તક લીધા છે. જેકલિન આ સદકાર્ય એક એનજીઓ સાથે કરી રહી છે. જેકલિને પોતાના પાલઘર પ્રોજેક્ટ માટે પણ એની સાથે ભાગીદારી કરી છે તે ત્યાંના રહેવાસીઓમાંના કુપોષણને સંપૂર્ણ રીતે ખતમ કરવા ઇચ્છે છે. જોકે આ માટે તેને ઘણો સમય લાગી શે એમ છે. મહામારીના શરૂઆતના દિવસોમાં અભિનેત્રીએ કુપોષણ માટે જાગરૂકતા અભિયાન પણ ચલાવ્યું હતું.
જેકલિને આ ગામડાઓને એડોપ્ટ કરીને સુનિશ્ચિત કર્યું છે કે ત્યાંના રહેવાસીઓ હંમેશા મુસ્કુરાતા રહે છે અને તેમને કદી ભૂખમરો વેઠવો ન પડે.
જેકલિન અને આ ફાઉન્ડેશન મળીને ૧૫૫૦ લોકોને ખાવાનું ખવડાવશે અને આગામી ત્રણ વરસ માટેની દરેક જરૂરિયાત ચીજ-વસ્તુઓને પૂરી પાડશે. શિશુ જન્મ પછી તેમની કઇ રીતે દેખરેખ રાખવી તે માતાઓને શીખવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.