વિજય રુપાણીના રાજમાં ભાજપના સરપંચની હત્યા,રાજ્યમાં બેન-દિકરીઓ,વૃઘ્ઘો,બાળકો કે સંન્તો પણ સલામત નથી:કણીરામ બાપુ

કચ્છનારાપરના ટગા ગામના સરપંચ સનાભાઈ રબારીની 23 જુલાઈના રોજ હત્યા કરી દેવાઈ હતી. હત્યા બાદ ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જે બાબતે માલધારી સમાજના કનિરામ બાપુની આગેવાનીમાં માલધારી સમાજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ગૃહ રાજ્ય પ્રધાનને મળીને સરપંચની હત્યા મામલે તટસ્થ તપાસ કરવા, આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા અને બહેન દીકરીની સલામતી માટે યોગ્ય પગલાં ભરવા રજૂઆત કરી હતી.

તેમણે ચીમકી પણ આપી છે કે, જો રાજ્ય સરકાર 15 દિવસની અંદર માથાભારે તત્વો સામે યોગ્ય પગલાં પગલાં ભરવામાં નહીં આવે તો તેમને હિજરત કરવાની ફરજ પડશે તેવી દહેશત તેમણે વ્યક્ત કરી હતી.

કચ્છનારાપરના ટગા ગામના સરપંચ સનાભાઈ રબારીની 23 જુલાઈના રોજ હત્યા કરી દેવાઈ હતી, તેઓ છેલ્લા 20 વર્ષથી રાપર અને તેની આસપાસ ચાલતા ગેરકાયદેસર ખનીજ ચોરી તેમજ ગૌચરની જમીનની માટી ચોરી સહિતના કૌભાંડિયો સામે બાથ ભીડતા હતા.

તેમની હત્યા બાદ આજે ટગા ગામા રહેતી બેન દીકરીઓ સલામત ન હોવાની રબારી સમાજના ધર્મગુરુ કનિરામ બાપુ સહિત રબારી સમાજના આગેવાનોએ મુખ્યપ્રધાન અને ગૃહ રાજ્યમંત્રી રજૂઆત કર્યા બાદ કનિરામ બાપુએ કહ્યું હતું કે, જો તેમની સમસ્યાઓનો ઉકેલ નહિ આવે તો તેઓ ગામથી હિજરત કરી દેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.