ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી. આર. પાટીલ આજથી સૌરાષ્ટ્રની મુલાકાતે છે. દરમિયાન ભવ્ય સ્વાગત દરમિયાન કાર્યકરો દ્વારા ફટાકડા ફોડવામાં આવતા એક ફટાકડો સી આર પાટીલની આંખ પાસે ઉડીને ફૂટ્યો હતો. અને તેમને આંખમાં અસહ્ય દર્દ થયું હતું.
સી. આર. પાટીલની આંખમાં અસહ્ય બળતરા થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સી આર પાટીલની આંખમાં તાત્કાલિક દવા નાખવામાં આવી હતી જેને લીધેસી આર પાટીલને આંખની બળતરાથી મહદઅંશે રાહત મળી હતી.
ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી. આર. પાટીલ આજથી સૌરાષ્ટ્રની મુલાકાતે છે. તેઆ આજે ગીર સોમનાથ જિલ્લા ભાજપના હોદ્દેદારો સાથે મુલાકાત કરશે. તેઓ તાલાળામાં આવેલા શ્રી બાઈ આશ્રમ મંદિરે દર્શન પણ કરશે. જે બાદ જિલ્લા ભાજપના સંગઠન અંગે હોદ્દેદારો સાથે ચર્ચા પણ કરવાના છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.