અર્થવ્યવસ્થાનું સર્વનાશ દેશથી છૂપાઈ શકે નહી, 4 માસમાં 2 કરોડ લોકોએ નોકરી ગૂમાવી: રાહુલ ગાંધી

 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે એક ખબરનો હવાલો આપ્યો કે છેલ્લા ચાર મહિનામાં લગભગ બે કરોડ લોકોએ નોકરીઓ ગૂમાવી છે અને હવે અર્થવ્યવસ્થાના સર્વનાશનું સત્ય દેશથી છૂપાઈ શકે નહી.

તેમણે ટ્વીટ કર્યું કે, છેલ્લા ચાર મહિનામાં લગભગ બે કરોડ લોકોની નોકરી ગઈ છે અને હવે અર્થવ્યવસ્થાના સર્વનાશનું સત્ય દેશથી નહી છૂપાઈ શકે.

તેમણે ટ્વીટ કર્યું, ગત ચાર મહિનામાં લગભગ બે કરોડ  લોકોએ નોકરી ગુમાવી છે. બે કરોડ પરીવારનું ભવિષ્ટ અંધકારમાં છે. ફેસબુકમાં ખોટા સમાચાર અને નફરત ફેલાવવાથી બેરોજગારી અને અર્થવ્યવસ્થાનો સર્વનાશનું સત્ય દેશથી છૂપાઈ શકે નહી.

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ વિષય પર દાવો કર્યો, હવે સત્ય જગજાહે છે. માત્ર એપ્રીલ-જુલાઈ 2020માં 1.90 કરોડ નોકરીધારકોની નોકરી ગઈ. એકલા જુલાઈ મહિનામાં 50 લાખ નોકરીઓ ગઈ, કૃષિ અને નિર્માણ ક્ષેત્રમાં 41 લાખ લોકોની નોકરી ગઈ. ભાજપે દેશની રોજીરોટી પર ગ્રહણ લગાવ્યું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.