ચીનના વળતા પાણીઃ ભારત અને અમેરિકા બાદ તાઇવાને કેટલીક ચાઈનીઝ એપ્સ કરી બંધ

 

– ધીમે ધીમે ચીનનો વિરોધ વધતો જાય છે
-અગાઉ ભારત અને અમેરિકાએ બૅન લાદ્યો હતો

ભારત અને અમેરિકા પછી હવે તાઇવાને પણ કેટલીક ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકવાની સત્તાવાર જાહેરાત કરી હતી. તાઇવાનના અધિકારીઓએ ચીની સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ iQiYi  અને Tencent પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી.

તાઇવાનના નાણાં ખાતાના અધિકારીઓએ એવી જાહેરાત કરી હતી કે ચીની મિડિયા કંપનીના પ્રભાવ હેઠળની સહાયક કંપનીઓના માલને તાઇવાનમાં વેચવાની ચીનની ચાલને રોકવા માટે અમે આ પગલું લીધું હતું. તાઇવાનના કોમ્યુનિેકેશન ખાતાના ડાયરેક્ટરે કહ્યું હતું કે ત્રીજી સપ્ટેંબરથી આ એપ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ અમલમાં આવશે. અમે તાઇવાનની કંપનીઓને પોતપોતાના ડેટા સુરક્ષિત કરી લેવાની સૂચના આપી દીધી છે. ખાસ કરીને જે કંપનીઓ ચીની કંપનીઓ સાથે વ્યવહાર કરતી હતી એ તમામ કંપનીઓને જણાવી દેવામાં આવ્યું હતું કે ચીની એપ્સ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવાથી ઇન્ટરનેટ દ્વારા આવતી ચીની સામગ્રી હવે આવી નહીં શકે એની નોંધ તમે કરી લેજો અને તમારા ડેટાને સિક્યોર્ડ કરી રાખજો.

સાથોસાથ નાણાં ખાતાએ એવી ચેતવણી આપી હતી કે આ પ્રતિબંધનો ભંગ કરનારી કંપનીઓ કે વ્યક્તિઓ સામે ક્રીમીનલ કેસ કરવામાં આવશે અને એનો નિર્ણય નેશનલ કોમ્યુનિકેશન વિભાગ જાતે કરશે.

iQiYiએ પોતાની હોંગકોંગ ખાતે આવેલી સહાયક કંપની દ્વારા તાઇવાનની iOTT કંપની સાથે ભાગીદારી કરી હતી અને Tencentની WeTV હોંગકોંગ ખાતેની પોતાની ઇમેજ ફ્યૂચર ઇન્વેસ્ટમેન્ટ દ્વારા તાઇવાનની રેન ફેંગ મિડિયા ટેક કંપની સાથે ભાગીદારા દ્વારા તાઇવાનમાં સ્ટ્રીમીંગ કરી રહી હતી.

તાઇવાનની નેશનલ ચિયાઓ તુંગ કૉલેજના ઇન્ફર્મેશન એંજિનિયરીંગ વિભાગના અધ્યાપક પ્રોફેસર લીન યીંગ તાએ જણાવ્યું હતું કે iQiYi  અને Tencent એપ્સ ચીનના સામ્યવાદી પક્ષના સીધા નિયંત્રણ હેઠળ હતી. તાઇવાનની સરકારે સમજી વિચારીને નિર્ણય કર્યો હતો એવું આ પ્રોફેસરે કહ્યું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.