વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાનાં એંધાણ છે. જેને લઈને આગામી 3 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકવાની સંભાવના છે. એટલે કે આગામી 72 કલાકમાં ભારે વરસાદ થવાની શક્યતા સેવાઇ રહી છે.
હવામાન વિભાગ (Weather section)એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી (Rain Forecast)કરી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થશે કે જે લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. જે કારણોસર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. જ્યારે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.
મહત્વનું છે કે ભાદરવી ઋતુમાં પણ હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર રાજ્યનાં અનેક વિસ્તારોમાં આજે વરસાદે માઝા મૂકી છે. ત્યારે અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા શહેરમાં બફારા વચ્ચે લોકોએ ગરમીથી હાશકારો અનુભવ્યો હતો. રાજ્યમાં અરવલ્લીનાં માલપુરમાં અડધા જ કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ધોધમાર વરસાદથી માલપુર બજારમાં પણ ભારે પાણી ભરાઇ ગયા છે. બજારમાં પાણી ભરાતા વેપારીઓ-રાહદારીઓ પણ પરેશાન થઇ ગયા છે. અરવલ્લીનાં જેતપુર, ધોરાજી, જામકંડોરણામાં પણ વરસાદ મન મૂકીને વરસ્યો છે.
વરસાદને લઇ ખેલૈયાઓ માટે માઠા સમાચાર
વરસાદને લઇ નવરાત્રીમાં ખેલતા ખેલૈયાઓ માટે પણ માઠા સમાચાર આવ્યાં છે. નવરાત્રી દરમિયાન હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. નવરાત્રીમાં ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ આવે તેવી શક્યતા છે. નવરાત્રીનાં શરૂઆતનાં જ દિવસોમાં વરસાદ આવી શકે છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ સાથે વાવાઝોડાની પણ સંભાવના છે. જો કે વરસાદનાં કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં ખેતીને પણ નુકસાન થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.