જાણો પલાળેલા ચણા ખાવાના આ ચાર ફાયદા, ખુબજ લાભદાયી બની શકે છે

ભરપૂર ઊર્જા મેળવો

પલાળેલા ચણામાં લીંબૂ ઝીણું સમારેલું આદુ , બ્લેક પેપર પાઉડર , થોડુક સંચળ મિક્સ કરીને સવારે ખાવાથી સ્વાદિષ્ટ તો લાગે જ છે તમારો દિવસ પણ ઊર્જાથી ભરાઇ જાય છે . તેના સેવનથી તમારી કાર્યક્ષમતા પણ વધારો થાય છે અને મન – મસ્તિષ્ક પણ સ્વસ્થ રહે છે .

શરીરને મજબૂત બનાવે

પલાળેલા ચણાથી આપણા શરીરને સૌથી વધારે પોષણ મળે છે . પલાળેલા ચણામાં ઘણા બધા વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે . તેના દરરોજના સેવનથી શરીરને કોઇ બીમારી થતી નથી . કાળા ચણાને આખી રાત પાણીમાં પલાળીને રહેવા દો અને સવારે બે મુઠ્ઠી ખાઓ .

ડાયાબિટીસની સમસ્યા દૂર કરવામાં મદદ કરે

જો તમે ડાયાબિટીસની સમસ્યાથી પરેશાન છો તો દરરોજ પોતાના ડાયેટમાં પલાળેલા ચણાને જરૂરથી સામેલ કરો . દરરોજ 25 ગ્રામ કાળા ચણાને રાત્રે પલાળીને સવારે ખાલી પેટ સેવન કરવાથી ડાયાબિટીસની સમસ્યા દૂર થાય છે . આ સાથે જ શરીર ઘણું એક્ટિવ રહે છે .

કબજિયાતમાં રાહત

ચણાને એક નિશ્ચિત પ્રમાણમાં પાણીની સાથે આખી રાત પલાળી દો . ત્યારબાદ સવારે પાણીથી ગાળીને તેમાં આદુ , જીરું અને મીઠું મિક્સ કરીને તેનું સેવન કરો . આ પ્રકારનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યામાં ઘણી રાહત મળે છે . ફાઇબરનું પ્રમાણ વધારે હોવાને કારણે તે પાચનશક્તિમાં પણ મદદરૂપ થાય છે .

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.