રાજ્યમાં ગાંધીનગર જિલ્લાના સૌ પ્રથમ સો ટકા નળ કનેશન ધરાવતો જિલ્લા બનાવવા માટે જિલ્લા તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ચારેય તાલુકાના ગામતળના ૫૬૮ ઘરોમાં ૧૭ લાખના ખર્ચે નળ જોડાણ કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર પર્વે ગાંધીનગર જિલ્લાને ૧૦૦ નળ કનેક્શન ધરાવતો પ્રથમ જિલ્લો જાહેર કરવામાં આવનાર હતો પરંતુ હવે આગામી બીજી ઓકટોબરે એટલે કે ગાંધી જયંતિએ રાજ્યના અન્ય જિલ્લાઓ સાથે ગાંધીનગરને પણ ૧૦૦ ટકા નળ કનેક્શન ધરાવતો જિલ્લો જાહેર કરાશે.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી અગાઉ ૧પમી ઓગસ્ટે ગાંધીનગરથી આ બાબતની જાહેરાત કરવાના હતા પરંતુ અન્ય જિલ્લાઓ પણ ટુંકસમયમાં ૧૦૦ ટકા નળ ધરાવતાં થઇ જાય તેમ હોવાથી પાંચ જિલ્લાઓની ગાંધી જયંતિએ જાહેરાત થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.