જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકીઓ ભારતમાં ઘુસ્યા, દિલ્હી અને વીવીઆઇપી નિશાના પર

 

રાજધાની દિલ્હીમાં ફરી એક વખત આતંકી હૂમલનું જોખમ ઉભુ થયું છે. સિક્રેટ એજન્સીના જણાવ્યા પ્રમાણે જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકીઓ પાકિસ્તાનના રસ્તે થઇને ભારતમાં પ્રવેશ્યા છે અને દિલ્હીમાં મોટો હૂમલો કરી શકે છે. એવો પણ રિપોર્ટ છે કે તેમના નિશાના પર રાજધાની દિલ્હી સિવાય દેશના વીવીઆઇપી લોકો પણ છે. રિપોર્ટમાં એવા પણ ઇનપુટ આપવામાં આવ્યા છે કે આતંકીઓ દિલ્હીના ભીડવાળા વિસ્તારોને નિશાન બનાવી શકે છે. ભારતમાં મોટા પ્લાન સાથે ઘુસેલા આ ત્રણે આતંકીઓના નામ ગુલજાન, જુમાન ખાન અને શકિલ અહમદ હોવાનું જાણવા મળ્યું છે.

આ ત્રણે આતંકીઓ જૈશના વડા મુફ્તી અબ્દુલ રઉફ અસગરના નજીકના છે. સૂત્રો પાસેથી મળેલી માહિતિ પ્રમાણે પાકિસ્તાની એજન્સી આઇએસઆઇના ઇશારા પર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે ભારતમાં મોટા હૂમલાનો પ્લાન કર્યો છે. આ ત્રણે આતંકીઓ જમ્મુ કાશ્મીરના સિયાલકોટ વિસ્તારમાંથી ભારતમાં પ્રવેશ્યા છે. ઉપરાંત આ ત્રણે આતંકીઓ સાથે જમ્મુ કાશ્મીરના બે લોકો છે, જેઓ તેમને નિર્દેશ આપી રહ્યા છે. આતંકીઓ પાસે અફઘાની ઓળખપત્ર છે.

ભારતમાં ઘૂસ્યા પહેલા ત્રણે આતંકીઓએ પાકિસ્તાનમાં આઇએસઆઇના મુખ્ય અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી. ત્રણે આતંકીઓ બસ, કાર અથવા તો ટેક્સીમાં બેસીને દિલ્હી આવવા રવાના થઇ ગયા છે. સિક્રેટ એજન્સીના રિપોર્ટ પ્રમાણે તહેવારના સમયે મોટા હૂમલાની આશંકા છે. આ રિપોર્ટ બાદ રાજધાની દિલ્હીની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.