ગુજરાતમાં હેલમેટના કાયદા સાથે સાથે પીયુસીનો નિયમ કડક થયો છે. પીયૂસી માટે ગુજરાતમાં કડક અમલ સમયે રીતસરની લાઈનો લાગી હતી. પીયૂસી એ વાહન માટે ફરજિયાત છે. હવે સરકારે પીયૂસીના દરમાં વધારો કરી વાહનચાલકોને મોટો ઝટકો આપ્યો છે. ટુ વ્હીલરના દર 20માંથી 30 રૂપિયા કરી દીધા છે. જ્યારે ફોર વ્હિલરનો દર 50માંથી 80 રૂપિયા કરી દેવાયો છે.
ફોર વ્હિલરનો દર 50માંથી 80 રૂપિયા કરી દેવાયો
રાજ્યના વાહનોના PUCનાં દરમાં ગુજરાત સરકારે કર્યો વધારો, ઉલ્લેખનીય છે કે મોંધવારી, કોરોનાની મહામારી અને પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારામાં સામાન્ય પ્રજા પિસાઈ રહી છે.
પીયૂસીના દરમાં કર્યો મોટો વધારો
ત્યારે વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો આવ્યો છે. જેમાં સરકારે દ્રી ચક્રી વાહન ( ટૂ વ્હીલર)નો જૂનો ભાવ 20 રૂપિયા હતો ત્યારે તેમાં 10 રૂપિયાનો તોંતિગ વધારો કરીને 30 રૂપિયા કરવામાં આવ્યો છે.જ્યારે ફોર વ્હિલરમાં સીધા 30 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. શહેરોમાં વાયુ પ્રદુષણનુ પ્રમાણ વધતુ જાય છે. અમેરિકા તેમજ યુરોપ જેવા દેશોમાં મોટર વાહનમાંથી નિકળતા ધુમાડાને કારણે ન્યુનતમ પ્રદુષણ થાય તે માટેના સ્ટાન્ડર્ડ સમયાંતરે અપગ્રેડ કરવામાં આવતા રહે છે. ભારતમાં પણ મોટરવાહનના વપરાશને કારણે થતા વાયુ પ્રદુષણને નિયંત્રિત કરવા માટેના નોર્મસ નક્કિ કરવામાં આવેલ છે.
ભારતમાં પણ મોટરવાહનના વપરાશને કારણે થતા વાયુ પ્રદુષણને નિયંત્રિત કરવા માટેના નોર્મસ નક્કિ કરવામાં આવેલ
કેન્દ્રીય મોટર વાહન નિયમો 1989ના નિયમ 115 અનુસાર મોટર વાહનમાંથી નીકળતા ધુમાડા અને ગેસ સબંધિત વાહનના પ્રકાર અને તેમાં વાપરવામાં આવતા બળતણ જેવા કે પેટ્રોલ, ડીઝલ, સીએનજી તથા એલપીજી વગેરેને ધ્યાનમાં લઈ મહતમ ધુમાડો અને તેમાંથી છૂટા પડતા કણોનુ પ્રમાણ નક્કિ કરવામાં આવેલ છે. જે મુજબ નક્કિ થયેલ નોર્મ્સ અનુસાર વાહનમાંથી ધુમાડો નીકળે છે તેવુ પ્રમાણપત્ર વાહન સાથે રાખવાનુ રહે છે. જેને સામાન્ય રીતે આપણે પીયુસી સર્ટીફિકેટ તરીકે ઓળખીયે છીએ. પીયુસી સર્ટીફિકેટ એટલે પોલ્યુશન અંડરકંટ્રોલ સર્ટીફિકેટ. આ સર્ટીફિકેટ વાહનના ઉત્પાદક કે રાજ્ય સરકાર દ્વારા નિંમણુક કરવામાં આવેલ હોય તેવી ટેસ્ટીંગ એજન્સીઓ દ્વારા આપવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.