ચંદ્રયાન-2નુ ચંદ્રની કક્ષામાં પરિક્રમા કરતા એક વર્ષ પુર્ણ, ર્ચંદ્રના 4400 ચક્કર લગાવ્યા

ચંદ્રયાન-2 એ ચંદ્રની કક્ષામાં પરિક્રમા કરતા એક વર્ષ પુરુ કર્યુ છે. ભારરતે પોતાના બીજા ચંદ્ર અભિયાન અંતર્ગત ચંદ્રયાન-2ને 22 જુલાઇ 2019ના દિવસે લોન્ચ કર્યુ હતું. આજથી એક વર્ષ પહેલા એટલે કે 20 ઓગષ્ટ 2019ના દિવસે તેણે ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યો હતો. આ અવસર પર અંતરીક્ષ જન્સી નાસાએ મિશન સાથે જોડાયેલા ડેટાની જાણકારી આપી છે. ઇસરોએ જણાવ્યું કે ભલે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કરવામાં નિષ્ફળ રહ્યું, પરંતુ ચંદ્રયાનનું ઓર્બિટર બરાબર કામ કરી રહ્યું છે.

આ એક વર્ષની અંદર ઓર્બિટરે ચંદ્રની 4400 પરિક્રમા પુરી કરી છે. આ સિવાય ઇસરોના વિજ્ઞાનીઓને એવી આશા છે કે ઓર્બિટરમાં એટલું ઇંધણ બચ્યું છે કે તે હજુ આવનારા સાત વર્ષ સુધી કામ કરી શકશે. સાથએ જ આપણેને ચંદ્ર વિશેની અવનવી માહિતિ આપતું રહેશે. ઇસરોના જણાવ્યા પ્રમાણે અત્યારે ચંદ્રયાનના આ ઓર્બિટરના તમામ ઉપકરણો બરાબર કામ કરી રહ્યા છે. ઇસરોએ જણાવ્યું કે ચંદ્રયાન-2 ના બાકીના બે ભાગ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સફળ નથી થયા, પરંતુ ઓર્બિટર હજુ વર્ષો સુધી કામ કરશે.

ઓર્બિટરની અંદર રહેલા આઠ અત્યાધુનિક ઉપકરણ ચંદ્રની જાણકારી મોકલતા રહેશે. વર્તમાન સમયે ઓર્બિટર ચંદ્રની સપાટીથી 100 કિમી ઉંચાઇએ ચક્કર લગાવી રહ્યું છે. વિજ્ઞાનીઓ જરુરિયાત પ્રમાણે તેની ઉંચાઇ 25 કિમી વધારે કે ઘટાડે છે. જેના કારણે કોઇ ઉપગ્રહ કે અન્ય વસ્તુ સાથે તેની ટક્કર ના થાય. ઘણી વયકત વિભિન્ન કારણોસર ઓર્બિટર પોતાની કક્ષામાંથી ભટકી જાય છે. 24 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં 17 વખત ઓર્બિટરને તેની કક્ષામાં ફરીથી સ્થાપિત કરવામાં આવ્યું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.