ભાજપના ધારાસભ્ય સુરેશ રાઠોડે વિવાદિત બયાન આપ્યું છે. તેમણે કહ્યું કે તેમના વિધાનસભા ક્ષેત્રમાં 52 ટકા પાકિસ્તાની વસ્તી છે. હું વધેલા 48 ટકા મતોથી જ ચૂંટણી જીત્યો છું. સુરેશ રાઠોડ હરિદ્વારના જ ધનોરીમાં એક રોડનું ઉદ્ધાટન કરવા પહોંચ્યા હતા. વિધાનસભ્યનું આ વિવાદિત બયાન સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.
સંતોએ આપત્તિ જાહેર કરી
હરિદ્વારના ધારાસભ્ય દ્વારા આપવામાં આવેલા નિવેદન ઉપર ઋષિકેષના સંતોએ ભારે રોષ ઠાલવ્યો હતો. સંત સમાજે સલાહ આપી છે કે આવા નિવેદનો કરીને ધર્મનગરીનો માહોલ ન બગાડો. હકિકતમા પોતાના જ મતવિસ્તારના મુસ્લિમ વિસ્તારને પાકિસ્તાન કહેવાથી રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે તેને સાંપ્રદાયિક માહોલ ખરાબ કરવાની યુક્તિ ગણાવી છે.
તો બીજી તરફ વિવાદ વધતા ભાજપા ધારાસભ્યના બચાવમાં ઉતરી આવી છે. ભાજપના મીડિયા પ્રભારી શાદાબ શમ્સનું કહેવું છે કે રાઠોડના નિવેદનને ફેરફાર કરીને રજૂ કરવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.