બિહારના પટનામાં કોરોના સારવારના નામે 6 લાખનું બિલ પકડાવતા હોસ્પિટલ સીલ

 

કોરોના મહામારીના આ કપરા સમયમાં કેટલીક હોસ્પિટલો ગેરકાયદે કમામી કરવાનો પ્રયાસ કરી રહી છે. બિહારની રાજધાની પટનામાં આવેલી એક ખાનગી હોસ્પિટલને પ્રશાસને સીલ માર્યુ છે. આ હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. પટનાના કંકડબાગ વિસ્તારમાં આવેલી આ હોસ્પિટલ પર આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે તેમણે એક કોરોના સારવારના નામે દર્દીના પરિજનોને સાડા છ લાખનું બિલ પકડાવ્યું છે. ફરિયાદ સાચી હોવાનું પ્રતીત થતા જિલ્લા અધિકારીએ હોસ્પિટલના ડાયરેક્ટર સહિત પાંચ અન્ય લોકો સામે ફરિયાદ નોંધવાના આદેશ આપ્યા છે.

ફરિયાદ નોંધાયા બાદ હોસ્પિટલના ડાયરેક્ટર ને ડોક્ટર બંને ફરાર થયા છે. તેમની ધરપકડ માટે પોલિસ વિવિધ સ્થળો પર દરોડા પાડી રહી છે. દર્દીના પરિજનો દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે એક ટીમની રચના કરીને આ મામલાની તપાસ સોંપવામાં આવી છે. આ તપાસ સમિતે હોસ્પિટલના સ્ટાફ, દર્દીના પરિજનો અને દદર્દીઓ સાથે પૂછપરછ કરી છે.  તપસમાં સામે આવ્યું છે કે હોસ્પિટલ દ્વારા કાચુ બિલ આપીને દર્દીના પરિજનો અને દર્દી પર 6 લાખ 34 હજાર રુપિયા ચુકવવા માટે દબાણ કરવામાં આવતું હતું.જ્યારે દર્દીએ ખર્ચની વિગત ને પાક્કુ બિલ માંગ્યુ તો તેને હોસ્પિટલમાં બંધ કરી દેવામાં આવ્યો.

આ ઘટના બાદ જિલ્લા અધિકારીએ પટનાના પ્રાઇવેટ હોસ્પિટલોને ઉચિત ફી, પાક્કુ બિલ અને ખર્ચની વિગત દર્દીઓને આપવા માટેના કડક આદેશ આપ્યા છે. ખાસ કરીને કોરોનાની સારવાર કરી રહેલી 28 જેટલી ખાનગી હોસ્પિટલો પર સતત નજર રાખવાના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.