કોરોના મહામારીને કારણે શાળા કોલેજો બંધ છે. વિદ્યાર્થીઓ ઓનલાઇન ભ્યાસ કરી રહ્યા છે. ત્યારે ધોરણ 12 બાદ એન્જિનયરીંગ અને મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવતી NEET, JEEની પરીક્ષા પણ કોરોનાના કરણે રદ્દ થઇ છે. એક વાર નહીં પણ બે વખત આ પરીક્ષાઓને રદ્દ કરવામાં આવી છે. પહેલા આ પરીક્ષાઓ મે મહિનામાં યોજાનાર હતી, ત્યારબાદ તેને જુલાઇમાં લેવાનો નિર્ણય કરાયો. અંતે NEET, JEEની પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવી છે. JEEની પરીક્ષા આગામી 1થી 6 સપ્ટેમ્બર અને NEETની પરીક્ષા 13 સપ્ટેમ્બરના રોજ લેવાનાર છે. પરંતુ કોરોના મહામારીના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ પરીક્ષાનો વિરોધ કરી રહ્યા છે. કોરોના વાયરસના ફેલાવાને જોતા પરીક્ષાની તારાખ હજુ પણ આગળ વધારવાની માંગ કરી રહ્યા છે.
આ બધા વચ્ચે કેન્દ્રિય એજ્યુકેશન સેક્રેટરી અમિત ખરેએ તમામ અટકળો પર પૂર્ણ વિરામ લગાવતા જણાવ્યું કે NEET અને JEEની વપરીક્ષા નક્કી થયેલી તારીખો પર જ લેવામાં આવશે. તેમણે જણાવ્યું કે આ અંગે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયે જ સુપ્રીમ કોર્ટે એક અરજી ફગાવી હતી, જેમાં આ પરીક્ષાઓને સ્થગિત કરવાની માગં કરી હતી.
17 ઓગષ્ટના રોજ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પરીક્ષાઓ રદ્દ કરવામાં કોઇ તર્ક દેખાતો નથી. કોટે કહ્યું કે એ સાચું છે કે અત્યારે મહામારીની સ્થિતિ છે પરંતુ આપણે જિંદગીને ચાલતી રાખવી પડશે. આપણે વિદ્યાર્થીઓના ભવિષ્યમાં બાધા નાંખી શકીએ નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.