ઇતિહાસમાં સૌપ્રથમ વાર બ્રિટનનું દેવું 2 લાખ કરોડ પાઉન્ડ

બ્રિટનનું જાહેર દેવું વધીને 2 લાખ કરોડ પાઉન્ડ થઇ જતાં બ્રિટનના નાણા પ્રદાન રિશિ સુનકે આગામી સમયમાં કેટલાક આકરા પગલા લેવાની ચેતવણી આપી છે. બ્રિટન દ્વારા જારી કરાયેલા આજના આંકડા મુજબ બ્રિટનનું જાહેર દેવું 2 લાખ કરોડ પાઉન્ડથી વધારે  થઇ ગયું છે જે અત્યાર સુધી સર્વોચ્ચ સપાટી છે.

આ આંકડા જાહેર થયા પછી સુનકે એક નિવેદનમાં જણાવ્યું છે કે ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ(ઓએનએસ) દ્વારા જારી કરાયેલા આંકડા દર્શાવે છે કે બ્રિટનનું જાહેર દેવું ઘટાડવા માટે કડક પગલા માટે તૈયાર રહેવું પડશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણે બિઝનેસને સુરક્ષિત રીતે ખોલવામાં મદદ કરવી પડશે જેથી દેશના આૃર્થતંત્રને વેગ આપવા અને રોજગારીનું સર્જન કરવામાં મદદ મળશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે નોકરીઓનું સર્જન કરવું પડશે, નોકરીઆનું રક્ષણ કરવું પડશે.

ઓએનએસ દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર જુલાઇના અંતે સરકારનું દેવું વધીને 227.6 અબજ પાઉન્ડ થઇ ગયું છે. જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં વધારે છે.  કોરોના કારણે સરકારને વધુ િધરાણ લેવાની ફરજ પડી છે. ઓએનએસના ડેટા અનુસાર ફક્ત જુલાઇમાં જ બ્રિટનની સરકારે 26.7 અબજ પાઉન્ડનું િધરાણ મેળવ્યુપં હતું.

ઓએનએસના જણાવ્યા અનુસાર બ્રિટનનું જાહેર દેવું દેશના કુલ જીડીપી કરતા પણ વધી ગયું છે. જુલાઇના અંતે જાહેર દેવું જીડીપીના 100.5 ટકા થઇ ગયું છે. 1961 પછી પ્રથમ વખત જાહેર દેવું જીડીપીના 100 ટકાથી વધારે થયુંછે. બીજી તરફ નિષ્ણાતોએ જણાવ્યું છે કે આનાથી પણ ખરાબ દિવસો આવવાના બાકી છે જો કે તેમણે જણાવ્યું છે કે તેના પછી સારા દિવસો આવવાની શરૂઆત થઇ જશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.