ભાજપને સત્તા હજમ નથી થઈ રહી, બદલાની ભાવનાથી કરે છે કામ : અહેમદ પટેલ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે બદનક્ષીના કેસમાં હાજરી આપવા માટે સુરત આવ્યા હતા. રાહુલના આગમન પહેલા કોંગ્રેસના ટોંચના નેતાઓ સુરત ખાતે હાજર રહ્યા હતા. કોંગ્રેસના પીઢ નેતા અહેમદ પટેલ પણ સુરત ખાતે હાજર રહ્યા હતા. આ પ્રંસગે અહેમદ પટેલે મીડિયા સાથે વાતચીત કરતા ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે ભાજપથી સત્તા સહન નથી થઈ રહી. આ ઉપરાંત ભાજપ બદલાની ભાવનાથી કામ કરી કરી રહી છે.

રાહુલ ગાંધીના સુરત આગમન પહેલા કોંગ્રેસના નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો. રાજીવ સાતવથી લઇને ગુજરાત કૉંગ્રેસના હોદ્દેદારો પણ તેમની આગતા સ્વાગતામાં લાગી ગયા હતા. કૉંગ્રેસના પીઢ નેતા અહમદ પટેલ પણ ખાસ સુરત આવ્યા હતા.

રાહુલ ગાંધીના આગમન પહેલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સુરતમાં હાજર રહ્યા હતા. અહેમદ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, “તેમન સમન પાઠવવામાં આવ્યું હોવાથી તેઓ સુરત આવી રહ્યા છે. કાયદાને તેનું કામ કરવા દો. કોર્ટ ક્યારેક પોતાનો ચુકાદો આપશે તેની અમે રાહ જોઈ રહ્યા છીએ. જજ જે પણ કહેશે તે પૂર્ણ કરવામાં આવશે.”

બદનક્ષીના કેસમાં હાજરી આપવા માટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સુરત પહોંચ્યા હતા. રાહુલ 10 વાગ્યે સુરત એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ ખાતે કોંગ્રેસના કાર્યકરોએ રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી કોર્ટ સુધી અલગ અલગ સાત જગ્યાએ પણ રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી.એચ. કાપડિયાની ફાસ્ટટ્રેક કોર્ટમાં હાજર રહ્યા હતા. સુરત બાદ 11મી તારીખે રાહુલ ગાંધી અમદાવાદ ખાતે એક કેસમાં કોર્ટમાં હાજરી આપશે. બદનક્ષીમાં કેસમાં હવે પછી 10મી ડિસેમ્બરે વધુ સુનાવણી થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.