મહાત્મા ગાંધીજી પોતાના સ્વાસ્થ્યને લઇને પોતાના ડાયેટ પર વિશેષ ધ્યાન આપતા હતા

જાણો, ગાંધીજીના ડાયેટ પ્લાનને લઇને કેટલાંક રસપ્રદ તથ્યો વિશે

દેશને આઝાદી અપાવવામાં મહાત્મા ગાંધીનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. અહિંસા, નૈતિકતા અને ઉપવાસના આધારે તેમણે દેશ માટે આઝાદીની લડત લડી હતી. ગાંધીજીએ દેશને આઝાદ કરાવવા માટે લગભગ 17 જેટલા ઉપવાસ કર્યા હતા જેમાંથી સૌથી લાંબો ઉપવાસ 21 દિવસો સુધી ચાલ્યો હતો. મહાત્મા ગાંધી માનતા હતા કે ફૂડ અને ડાયેટ પણ મેડિસિનનું કામ કરે છે. બૉડીને ફિટ અને હેલ્ધી રાખવા માટે યોગ્ય ડાયેટ લેવો જરૂરી છે. ગાંધીજી શાકાહારને સૌથી યોગ્ય આહાર માનતા હતા. તેમાં પણ તેઓ રાંધ્યા વગરનું ફૂડ વધારે યોગ્ય માનતા હતા. ગાંધીજીએ કેટલાય ડાયેટ પ્રયોગ કર્યા હતા.

ગાંધીજીએ પોતાના ડાયેટ પર પણ કેટલાય પ્રકારના પ્રયોગ કર્યા હતા. આ પ્રયોગો વિશે તેમણે યંગ ઇન્ડિયા અને હરિજન સમાચાર પત્રોમાં પણ તેનો ઉલ્લેખ કર્યો છે. તેનું સંકલન એક પુસ્તક ‘Diet and Diet Reform’માં કરવામાં આવ્યું છે જે ગાંધી સેવાગ્રામ દ્વારા પબ્લિશ કરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધી મોટાભાગે દેશ-વિદેશના ફૂડ અને ડાયેટ એક્સપર્ટ સાથે પત્ર વ્યવહાર દ્વારા એક યોગ્ય ડાયેટ પ્લાન વિશે માહિતી પણ લેતા રહેતા હતા.

સવાર-સાંજ લીંબૂ અને મધ

ગાંધીજી સવાર અને સાંજ હુંફાળાં પાણીમાં લીંબૂનો રસ અને મધ નાંખીને પીતાં હતા. આ ઉપરાંત તેમના ડાયેટમાં દરરોજ લગભગ 90 ગ્રામ ફણગાવેલો ઘઉં પણ સામેલ હતા. આ ઉપરાંત ગાંધીજી દરરોજ 200 એમએલ દૂધ પીતા હતા. ગાંધીજીને બકરીનું દૂધ પસંદ હતું. જ્યારે છેલ્લા વાઇસરૉય લૉર્ડ માઉન્ટબેટન ગાંધીજીને મળ્યા હતા ત્યારે તેમણે માઉન્ટબેટનને પણ બકરીનું દૂધ પીવડાવ્યું હતું. બકરી અને ગાયનાં દૂધ ઉપરાંત તેઓ કોકોનટ મિલ્ક પણ પીતા હતા.

તાજા ફળ

ગાંધીજીના ડાયેટમાં દરરોજ 22 ગ્રામ ઘી પણ સામેલ હતું. ગાંધીજીને ફળ ખાવવું પણ ખૂબ જ પસંદ હતું. ગાંધીજી દરરોજ ડાયેટમાં 230 કિલોગ્રામ તાજા ફળનું સેવન કરતા હતા. કાજુ અને બદામ પણ ગાંધીજીના ડાયેટમાં સામેલ હતું. તેઓ દરરોજ 90 ગ્રામ બદામનો હલવો અને 11 ગ્રામ કઠોળ ખાતા હતા. ઉલ્લેખનીય છે કે બદામ હાર્ટની બીમારી અને ડાયાબિટીસ જેવી કેટલીય બીમારીઓથી બચાવે છે.

વ્યાયામ પર ધ્યાન આપો

પુસ્તક અનુસાર તેમણે હંમેશા શાકાહારી ભોજન અપનાવ્યું હતુ અને વ્યાયામ કરતા કારણ કે તેમનું માનવું હતું કે વ્યાયામ મન અને શરીર માટે એટલું જ જરૂરી છે જેટલું કે ભોજન મન, હાડકાં અને માંસ માટે જરૂરી છે.

સુભાષચંદ્રની આપી હતી આ સલાહ

સુભાષ ચંદ્ર મહાત્મા ગાંધીના ડાયેટ પ્લાનથી પ્રેરિત હતા એટલા માટે તેમણે સુભાષચંદ્રને લસણ ખાવાની સલાહ આપી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.