“કોરોનામાં રેલી થઈ શકે તો ભરતી કેમ નહિ!”, પૂર્વ મુખ્યમંત્રીનો પ્રશાસનને સીધો સવાલ

હાલમાં કોરોના ની મહામારી વચ્ચે ભાજપ ના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ની ઠેરઠેર રેલીઓ નીકળી રહી છે અને ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે અને જાણે ભાજપ માં દિવાળી જેવો માહોલ છે અને તંત્ર દ્વારા કોરોના માં જનતા માટે બહાર પડાયેલા જાહેરનામા નો આડકતરી રીતે ભંગ થઈ રહ્યો છે ત્યારે આ મુદ્દે મીડિયા માં પણ ભારે ટીકા ટીપ્પણી થઇ રહી છે તેવે સમયે જ શંકરસિંહ વાઘેલા હવે મેદાન માં આવ્યા છે અને ટ્વીટ કર્યું છે કે કોરોના માં રેલી થઈ શકે તો ભરતી કેમ નહિ તેઓએ ઉમેર્યું કે અરજીઓ અને વિનંતીઓ તો ઘણી કરી પણ સરકાર ના પેટ નું પાણી હલતું નથી ત્યારે હવે જે વાવાઝોડું ફૂંકાશે તેમાં સરકાર ના સુપડાં સાફ થઈ જાય તે પહેલાં અભિમાન ઓછું કરી યુવાનો ને રોજગાર નો હક્ક આપવા સલાહ આપી ઉમેર્યું છે કે લોકશાહી માં તાનશાહી નહિ ચાલે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.