કોરોના વાયરસ સંક્રમણને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ફિટનેસ, આરસી, પરમિટ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે દસ્તાવેજોનાં નવીકરણની માફી 31 ડિસેમ્બર 2020 સુધી વધારી દીધી છે. આવી સ્થિતિમાં, જેમના ડ્રાઇવિંગ લાઇસન્સ, પરમિટ વગેરે ડોક્યુમેન્ટની મુદત પુરી થઈ છે, તેઓને 31 ડિસેમ્બર સુધીની મોહલત આપવામાં આવી છે. અગાઉ આ અંતિમ તારીખ સપ્ટેમ્બર સુધી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે કોરોના લોકડાઉન દરમિયાન કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે એક આદેશ જારી કર્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે સમયસીમા સમાપ્ત થયેલ ડ્રાઇવિંગ લાઇસન્સ, આરસી, ફિટનેસ સર્ટીફિકેટ, તમામ પ્રકારના પરમિટ અને અન્ય સંબંધિત દસ્તાવેજોની માન્યતા 30 જૂન 2020 સુધી વધારી દેવામાં આવી છે. આ પછી સરકારે આ સમયમર્યાદા સપ્ટેમ્બર અને હવે ડિસેમ્બર સુધી લંબાવી છે.
કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને, આ કચેરીઓમાં ઓછામાં ઓછી ભીડ એકત્રીત કરવા સૂચના આપવામાં આવી છે. લોકડાઉન અને કલમ 144 હજી પણ ઘણી જગ્યાએ છે, દસ્તાવેજોના નવીકરણની કામગીરીને અસર થઈ છે. તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તેના નવીકરણની છેલ્લી તારીખ વધારવાનો નિર્ણય લીધો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.