સોનિયા ગાંધીનું રાજીનામું નામંજુર, આગામી એક વર્ષ સુધી રહેશે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ

કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સોનિયા ગાંધી હાલ પાર્ટીના વચગાળાના અધ્યક્ષ પદ પર રહેશે. કોંગ્રેસ વર્કિંગ કમિટિમાં આ નિર્ણય લેવાયો છે કે, સોનિયા ગાંધી વધુ એક વર્ષ માટે પાર્ટીના વચગાળાના અધ્યક્ષની જવાબદારી સંભાળતી રહેશે.

કોંગ્રેસના નેતૃત્વને લઈને આજે કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક મળી હતી જેમાં પાર્ટીના નેતૃત્વને લઈને ખુલીને ચર્ચા થઈ. બેઠક દરમિયાન પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટી અધ્યક્ષ પદ છોડવાની વાત કરી જ્યારે પાર્ટીના નેતાઓએ તેમને પદ પર રહેવા અપીલ કરી હતી.

ઉલ્લેખનિય છે કે,  કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠકમાં સોનિયા ગાંધીએ વચગાળા અધ્યક્ષ પદ પરથી રાજીનામાની વાત કરી હતી સાથે તેમણે પાર્ટીના નવા અધ્યક્ષ ચૂંટવા માટે પણ કહ્યું હતું જો કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, એકે એન્ટની સહિત ઘણાં નેતાઓએ સોનિયા ગાંધીને પદ પર રહેવા અપીલ કરી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.