હવાઈ મુસાફરી થશે મોંઘી, 1 સપ્ટેમ્બરથી એવિએશન સિક્યોરિટી ફી વધી જશે

સિવિલ એવિએશન મિનિસ્ટ્રીના એવિએશન સિક્યોરિટી ફીમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ડોમેસ્ટિક અને અંતરરાષ્ટ્રીય ઉડાણ બંનેમા એવિએએશન સિક્યોરિટી ફીમાં વધારો થશે.

જેનાથી એક સપ્ટેમ્બરથી વિમાન ભાડુ મોંઘુ થશે. અધિકારીઓ મુજબ ડોમેસ્ટિક ઉડાણમાં એવિએશન સિક્યોરિટી ફી વધીને હવે 160 રૂપિયા થઈ જશે. ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં વધીને 5.2 ડૉલર થઈ જશે.

એરલાઈન્સ ગ્રાહકો તરફથી ટિકિટ બુકિંગ દરમિયાન એવિએશન સિક્યોરિટી ફી વસૂલે છે અને તેને સરકારને સોંપે છે. એવિએશન સિક્યોરિટી ફીનો ઉપયોગ દેશભરમાં એરપોર્ટની સુરક્ષા માટે થાય છે. એવિએશન મિનિસ્ટ્રીએ ગત વર્ષે પણ ફીમાં વધારો કર્યો હતો.

7 જુન 2019નાં દિવસે મંત્રાલયે કહ્યું હતું કે સ્થાનિક પેસેન્જરો પાસેથી એવિયેશન સિક્યોરીટી ફિસ રૂપે 130 નાં બદલે 150 રૂપિયા વસુલવમાં આવશે, આ જ પ્રકારે આંતરરાષ્ટ્રિય પેસેન્જરોએ 1 જુલાઇ 2019 થી એવિયેશન સિક્યોરિટી ફી રૂપે 3.25નાં બદલે 4.85 ડોલર ચુકવવા પડશે.

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લગાવવામાં આવેલા લોકડાઉનના કારણે એર ટ્રાવેલ પણ સીમિત કરી દેવામાં આવ્યું છે. જેના કારણે એરલાઈન્સની કમાણી પર ખૂબ જ અસર પડી છે. કોરોના વાયરસના સંક્રમણની સૌથી વધુ અસર ટ્રાવેલ, ટૂરિઝમ અને એવિએશન સેક્ટર પર પડી છે.

25 માર્ચે લોકડાઉન લાગુ થયાનાં બે મહિના પછી, 25 મેના રોજ મુસાફરોને ઘરેલું ફ્લાઇટ્સમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી હતી. છતાં વિમાનની અડધી સીટો ખાલી પડી રહી હતી.

જો કે 23 માર્ચથી જ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ કરી દેવામાં આવી હતી. જોકે, ડીજીસીએની પરવાનગી સાથે વિશેષ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને મંજૂરી આપવામાં આવી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.