દિલ્હીમાં અનલોક-4: મેટ્રો સેવાને મળી શકે છે બહાલી, શાળા-કોલેજ ખુલવાના કોઈ સંકેત નહી

પાંચ મહિનાથી વધારે સમયથી બંધ મેટ્રો સેવાને જલ્દી જ પૂર્વવત કરવામાં આવી શકે છે. અધિકારીએ જણાવ્યું કે, અનલોક-4માં મેટ્રો ખોલવાની મંજુરી આપવામાં આવી શકે છે. જો કે શાળા કોલેજ ખોલવા અંગે હજુ કોઈ પણ શક્યતા જણાતી નથી. જ્યારે બારમાં કાઉન્ટર પર દારુ વેચવાની મંજુરી આપવામાં આવી શકે છે.

અધિકારીએ જણાવ્યું કે, મેટ્રો રેલ સેવાઓને 1લી સપ્ટેમ્બરથી મંજુરી આપવામાં આવી શકે છે. ઉલ્લેખનિય છે કે, કોરોનાના કારણે માર્ચ મહિનાથી જ દિલ્હી મેટ્રો સેવા આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવી હતી.

ગઈકાલે જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મેટ્રો સેવા શરૂ કરવાની વિનંતિ કરી હતી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં અમે હવે મેટ્રો ખોલવા માંગીએ છીએ. બાકી રાજ્યોમાં મેટ્રો નથી ખોલવા માંગતા પરંતુ દિલ્હીમાં તબક્કાવાર રીતે મેટ્રોને ચલાવવાની મંજુરી આપવામાં આવે. ભલે ટ્રાયલ ધોરણે પર પણ મંજુરી આપવામાં આવે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.