દિગ્દર્શક રાજમૌલીની આગામી ફિલ્મમાંથી આલિયા ભટ્ટને હટાવી તેના સ્થાને પ્રિયંકા ચોપરા ગોઠવાઇ ગઇ હોવાની અટકળો

સાઉથની મનોરંજન ઇન્ડસ્ટ્રીના જાણીતા દિગ્દર્શક એસએસ રાજામોલી હાલ પોતાની આગામી ફિલ્મ ટ્રિપલ આર માટે ચર્ચામાં છે. આ ફિલ્મમાં જુનિયર એનટી આર અને રામ ચરણ મુખ્ય પાત્રોમાં જોવા મળશે જ્યારે અભિનેત્રી તરીકે બોલીવૂડની આલિયા ભટ્ટની પસંદગી કરવામાં આવી છે.

પરંતુ મળેલા રિપોર્ટને સાચો માનીએ તો, રાજામૌલીની આ ફિલ્મમાંથી આલિયા ભટ્ટનું પત્તુ કપાઇ ગયું છે. આલિયા પોતાની અન્ય ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત હોવાથી તે હવે આ ફિલ્મના શૂટિંગ માટે સમય આપી શકે એમ નથી. તેના સ્થાને રાજામોલી આરઆરઆર ફિલ્મમાં ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાને લેવાની યોજના કરી રહ્યા છે.

સૂત્રોનું કહેવું છે કે, આલિયા ભટ્ટે પહેલાથી જ આ ફિલ્મ છોડવાની દિગ્દર્શકને જાણ કરી દીધી હતી. ત્યારથી રાજામોલીએ રમા ચરણ સાથે કામ કરવા માટે અભિનેત્રીની શોધ કરી દીધી છે. સાંભળવામાં તો એવું પણ આવ્યું છે કે આ ફિલ્મમાં રામ ચરણ અને પ્રિયંકા ચોપરાની જોડી જોવા મળશે.

આ ઉપરાંત જુનિયર એનટીઆર સાથે બ્રિટિશ એકટ્રેસ ઓલિવિયા મોરિસ રોમાન્સ કરવાની છે જોકે દિગ્દર્શકે હજી સુધી આ ફિલ્મની સત્તાવાર ઘોષણા કરી નથી. આ ફિલ્મમાં અજય દેવગણ પણ જોવા મળવાનો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.