ડેરી પ્રૉડક્ટ્સ ઉપરાંત આ છે કેલ્શિયમના બેસ્ટ સ્ત્રોત જેને રોજના ડાયેટમાં સામેલ કરવા જોઇએ

આજ સુધી કેલ્શિયમના સ્ત્રોત તરીકે ડેરી પ્રોડ્કટસનું જ નામ સાંભળ્યું હશે, પરંતુ કેટલાક લોકો દૂધ અને ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરતા નથી જે કેલ્શિયમના પ્રાથમિક સ્ત્રોત હોય છે. ડેરી પ્રોડક્ટ્સ ઉપરાંત કેલ્શિયમના ઘણા બધા શ્રેષ્ઠ વિકલ્પ પણ છે. કેલ્શિયમ સ્વસ્થ હાડકાં અને દાંત માટે મહત્ત્વપૂર્ણ હોય છે. કેલ્શિયમની ઊણપથી સાંધાના દુખાવા અને હાડકાં નબળાં પડી શકે છે.

કેલ્શિયમના સ્થિર સ્તરને જાળવી રાખવા માટે કેલ્શિયમને મોટાભાગે લોહી મારફતે શરીરમાં લઇ જવામાં આવે છે અને એટલા માટે હાડકાને નબળા થતા અને ઑસ્ટિયોપોરોસિસ જેવી પરિસ્થિતિઓથી બચાવવા માટે કેલ્શિયમનો રેગ્યુલર ખોરાક જરૂરી હોય છે.

કેલ્શિયમના પ્લાન્ટ બેઝ્ડ સ્ત્રોત

1. સોયાબીન

100 ગ્રામ સોયાબીન ડાયેટ કેલ્શિયમનું 27 ટકા દૈનિક મૂલ્ય આપે છે. સોયાબીનનો લોટ, ટોફૂ, ટેમ્પેહ, સોયાદૂધ, સોયાબીન તેલ અથવા સોયા ચંક્સ જેવા અલગ-અલગ સોયા ઉત્પાદ ઉપલબ્ધ છે. સોયા દૂધ વિશેષ રીતે ચા, કૉફી અથવા સ્મૂધી માટે ડેરી પ્રોડક્ટ્સ દૂધનો એક ઉપયોગી વિકલ્પ બની શકે છે.

2. બ્રોકલી

100 ગ્રામ બ્રોકલીમાં લગભગ 50 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે. 2 કપ બ્રોકલીમાં એક ગ્લાસ દૂધના સમાન કેલ્શિયમ હોય છે પરંતુ એક શ્રેષ્ઠ શોષણ દરની સાથે એટલે કે દૂધમાંથી મળતા કેલ્શિયમની સરખામણીમાં બ્રોકલીમાંથી મળતું કેલ્શિયમ વધુ સરળતાથી શરીરમાં શોષી શકાય છે.

3. રાગી

સ્વાસ્થયવર્ધક બાજરીમાંથી એક આ કેલ્શિયમ સહિત કેટલાય મહત્ત્વપૂર્ણ ખનીજોથી ભરપૂર હોય છે. 100 ગ્રામ રાગીમાં લગભગ 344 મિલીગ્રામ કેલ્શિયમ મળે છે. તેમાં કેટલાય ફાઇટોન્યૂટ્રિયેન્ટ્સ અને પૉલીફેનોલ પણ હોય છે અને આ બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ ખૂબ જ પૌષ્ટિક પણ છે. રાગી વિટામિન ડીના કેટલાક પ્રાકૃતિક સ્ત્રોતમાંથી એક છે.

4. તલ

100 ગ્રામ તલના બીજમાં કેલ્શિયમનું દૈનિક મૂલ્ય લગભગ 97 ટકા હોય છે, ખાસકરીને કાચા તલ. તલ કોઇ પણ વાનગીમાં એક હળવા ક્રન્ચ માટે ઉપયોગી છે. આ નાનકડાં બીજમાં મેગ્નેશિયન, આયર્ન, ફૉસ્ફરસ, અને સેલેનિયમ પણ હોય છે. તલના બીજમાં પ્રોટીન પણ હોય છે. તલના બીજનું સેવન કરવાનું સૌથી શ્રેષ્ઠ રીત એ છે કે તમે તમારી શાકભાજી, સૂપ અથવા સલાડ ઉપર સૂકા અથવા શેકેલા તલ ભભરાવી શકો છો.

5. ચણા

ચણાના 100 ગ્રામમાં લગભગ 105 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે. ચણા શાકાહારી પ્રોટીનના સૌથી સારા સ્ત્રોતમાંથી એક છે અને આયર્ન, કૉપર, ફૉલેટ, અને ફૉસ્ફરસથી પણ ભરપૂત હોય છે, જે તેને એક પરિપૂર્ણ શાકાહારી સુપરફૂડ બનાવે છે. ચણાને બાફીને અથવા સૂપ, સલાડના રૂપમાં સેવન કરી શકો છો અથવા તો ગ્રેવી સાથે ચણાનું સેવન કરી શકો છો.

6. પાલક

આ બહુમુખી પાંદડાં લીલા રંગમાં લગભગ 100 મિલીગ્રામ કેલ્શિયમ પ્રત્યેક 100 ગ્રામ હોય છે, જે એક કપ પાલકમાં લગભગ 250 મિલીગ્રામ કેલ્શિયમ બનાવે છે. કેલ્શિયમ ઉપરાંત પાલકમાં ઑક્સાલેટ પણ હોય છે જે કેલ્શિયમનું શોષણ કરવામાં હસ્તક્ષેપ કરી શકે છે. પાલકમાંથી ઑક્સાલેટને ઓછું કરવા માટે તેને ઉકાળવું જોઇએ. પાલકને ઉકાળવાથી ઑક્સલેટનું પ્રમાણ 90 ટકા સુધી ઘટી શકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.