કોરોનાને પગલે યુપીમાં મોહરમના તાજિયા, ગણપતિ વિસર્જનના જુલૂસ પર પ્રતિબંધ

ઉત્તર પ્રદેશમાં વર્તમાન સમયમાં કોરોના વાઈરસથી સંક્રમણની વધતી સંખ્યા પર યોગી સરકાર ઘણી ગંભીર થઈ છે. આ મહામારી પર રોક લગાવવા માટે રાજ્ય સરકાર તરફથી સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ટેસ્ટિંગની સંખ્યા વધારવાની સાથે જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોરોના સામે લડવા માટે તમામ મોર્ચા પર ઘણી તૈયારી બતાવી છે.

વાઈરસથી સંક્રમણ પર રોક લગાવવાની દિશામાં યોગી સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. યોગી સરકારે કોરોનાના પ્રકોપને જોતા આ વખતે સાર્વજનિક સ્થળો પર ધાર્મિક, સાંસ્કૃતિક, કાર્યક્રમોને આયોજિત કરવાની પરવાનગી આપી નથી.

સીએમે પોલીસ અને વહીવટીતંત્રને સતર્કતા રાખવાના આદેશ આપ્યા

મુખ્યમંત્રીએ મંગળવારે વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા આ સંદર્ભમાં પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓની સાથે બેઠક કરી. આ દરમિયાન તેમણે મોહરમ, ગણેશ ઉત્સવ અને અનંત ચતુર્દેશી જેવા તહેવારોને જોતા પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓએ સતર્કતા દાખવવાના આદેશ આપ્યા છે. સીએમ આદિત્યનાથે અરાજકતા અને અવ્યવસ્થા ફેલાવનારા વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ પણ આપ્યા.

ટીમ-11 ની સાથે પણ કરી બેઠક

મુખ્યમંત્રીએ કોવિડ-19ના પડકારો સામે લડવા પોતાની ટીમ-11ની સાથે પણ બેઠક કરી. મુખ્યમંત્રીએ રાજ્યમાં કોવિડ-19ની ટેસ્ટિંગ પોતાને પૂર્ણ ક્ષમતાની સાથે કરવા માટે કહ્યુ. સાથે જ તેમણે કાનપુર, લખનૌ, ગોરખપુર, પ્રયાગરાજ, વારાણસી અને બલિયા જિલ્લામાં વિશેષ નજર રાખવાની જરૂર પર ભાર મૂક્યો.

મુખ્યમંત્રીએ કહ્યુ, પ્રદેશમાં દરરોજ 85,000થી વધારે રેપિડ એન્ટિજન ટેસ્ટ અને 45,000 થી વધારે આરટીપીસીઆર ટેસ્ટ થવા જોઈએ. સાથે જ તમામ જિલ્લામાં એકીકૃત કમાન અને કંટ્રોલ સેન્ટરની નજર નિયમિત રીતે થાય અને જ્યાં પણ સારવારમાં ટેકનિકલિ સ્ટોપની જરૂર હોય ત્યાં તેની સંખ્યા વધારવામા આવે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.