આગામી 7, 11 અને 12 સપ્ટેમ્બરે રાજ્યમાં રહેશે સંપૂર્ણ લોકડાઉન: મમતા બેનર્જીનું એલાન

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જાહેરાત કરી છે કે રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાન 20 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે અને રાજ્યમાં 7, 11, અને 12 સપ્ટેમ્બરના રોજ સંપૂર્ણ લોકડાઉન રહેશે. મંત્રીમંડળની બેઠક દરમિયાન તેમણે આ વાત કરી.

રાજ્યના કેબિનેટ બેઠક દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે સોશિયલ ડિસ્ટન્સિંગના માપદંડોને જાળવી રાખતા મેટ્રો રેલ સેવાઓને ફરીથી શરૂ કરવામાં આવે. અમે 6 હોટસ્પોટ રાજ્યો સાથેની  હવાઈ સેવા પરનો પ્રતિબંધ હટાવવા માંગીએ છીએ. અઠવાડિયામાં ત્રણવાર સેવાઓ ફરીથી શરૂ કરવામાં આવે.

આ સાથે જ તેમણે કહ્યું કે, કેન્દ્રને પીએમ કેર ફંડમાંથી રાજ્યોને પૈસા આપવા જોઈએ જેથી તેઓ કોરોનાની સ્થિતિનો સામનો કરી શકે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.