ભાજપનો આશ્ચર્ય સર્જે તેવો નિર્ણય, યુપીમાં રાજ્યસભાની ચુટણી માટે મુસ્લિમ ઉમેદવારની પસંદગી કરી

ભાજપે ઉત્તર પ્રદેશની રાજ્યસભાની એક માત્ર બેઠકની ચૂંટણી માટે ઉમેદવાર તરીતે સૈયદ ઝફર ઈસ્લામને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપે પાર્ટી પ્રવક્તા સૈયદ ઝફર ઈસ્લામને ઉત્તર પ્રદેશથી રાજ્યસભા ઉમેદવાર બનાવીને આશ્ચર્ય સર્જ્યું છે. ઉત્તર પ્રદેશમાં હિંદુવાદી રાજકારણ રમતા ભાજપે મુસ્લિમને રાજ્યસભામાં મોકલવાનું નક્કી કરીને સરપ્રાઈઝ આપી દીધું છે.

ઝફર ઈસ્લામ મીડિયા માટે જાણીતો ચહેરો છે. ટીવી ચેનલોમાં ડિબેટ પર ભાજપનો બચાવ કરતા ઝફર ઈસ્લામની જીત પાકી છે કેમ કે એક જ બેઠકની ચૂંટણી છે. ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ભાજપની બહુમતી હોવાથી ઈસ્લામ બિનહરીફ જીતી જશે એ નક્કી છે.

રાજકારણમાં આવ્યા પહેલા ઝફર ઈસ્લામ એક વિદેશી બેંકમાં કામ કરતા હતા. ડ્યુશ બેંકમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કરતા ઈસ્લામે 2013માં રાજીનામું ધરી દીધું હતું. મોદીની રાજનીતિથી પ્રભાવિત થઈ ઝફર ઈસ્લામ ભાજપમાં આવી પોતાની રાજકીય ઈનિંગ્સ શરૂ કરી હતી.

ઝફર ઈસ્લામને વડાપ્રધાન મોદી સાથે સારા સંબંધો છે. જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ઈસ્લામના મિત્ર છે. જ્યોતિરાદિત્ય સિંધિયાને ભાજપમાં લાવવાનો સૌથી મોટો હાથ ઝફર ઈસ્લામનો છે. નોંધનીય છે કે સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ અમરસિંહના નિધનના કારણે આ બેઠક ખાલી પડી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.