1 સપ્ટેમ્બર થી બદલાય જશે આ નિયમો, આ બાબતોનુ ધ્યાન રાખજો ખાસ

GST ભરવા પર લાગશે 18 ટકા વ્યાજ

સરકારે કહ્યું કે વસ્તુ અને સેવા કર એટલે કે જીએસટી ભરવામાં મોડું થશે તો 1 સપ્ટેમ્બરથી કુલ ટેક્સ પર વ્યાજ લાગશે. આ વર્ષની શરૂઆતમામં જીએસટી પેમેન્ટમાં મોડું થવાના કારણમે 46000 કરોડ રૂપિયાનું બાકી વ્યાજ વસૂલવાને લઈને ચિંતા સેવાઈ રહી છે. જીએસટી કાઉન્સિલની 39મી બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે 2017થી કુલ કરના જીએસટી પેમેન્ટમાં મોડું થવા માટે વ્યાજ લેવાશે.

મોંઘી થશે ફ્લાઈટ્સની મુસાફરી

1 સપ્ટેમ્બરથી ફ્લાઈટ્સની મુસાફરી મોંઘી થશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 1 સપ્ટેમ્બરથી ઘરેલૂ અને આંતરરાષ્ટ્રિય યાત્રીઓ માટે ઉચ્ચ વિમાન સુરક્ષા શુલ્ક લેવાનું નક્કી કર્યું છે. તેના કારણે હવે યાત્રીઓ પાસે 150ને બદલે 160 રૂપિયા લેવાશે. આંતરરાષ્ટ્રિય મુસાફરો પાસે 4.85 ડોવરને બદલે 5.2 ડોલર લેવાશે.

વધશે EMIનો ભાર, ખતમ થશે મોરેટોરિયમ

EMI ભરનારા ગ્રાહકોના ખિસ્સા પર ભાર વધશે કારણકે કોરોના સંકટના કારણે લોન ગ્રાહકોની EMI પર માર્ચ મહિનામાં જે પાબંધી હતી તે 31 ઓગસ્ટે પૂરી થઈ રહી છે. ભારતીય સ્ટેટ બેંક અને પંજાબ નેશનલ બેંકની તરફથી આવનારા અઠવાડિયે નિર્ણય આવે તેવી સંભાવના છે. બેંકિંગ સેક્ટરમાં તેને આગળ વધારવાની સ્થિતિ નક્કી નથી. હોમ, ઓટો, પર્સનલ લોન જેવી અનેક લોનને લઈને પણ સ્પષ્ટતા થઈ નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.