કોરોના વાઈરસ સંકટ વચ્ચે અર્થતંત્રની સ્થિતિ ખરાબ છે. કેન્દ્રની સાથે સાથે રાજ્ય સરકારની રેવન્યૂની સ્થિતિ પણ ખરાબ છે. આ વચ્ચે નાણાંમંત્રી નિર્મલા સિતારમણ દ્વારા અર્થતંત્રન સામે આવેલા કોરોનાના પડકારને એક્ટ ઓફ ગોડ ગણાવી છે. તેના પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નિશાન સાધ્યું છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થા આ ત્રણ મોટા કારણોના લીધે તબાહ થઈ છે, નોટબંધ-જીએસટી અને ફેલ લોકડાઉન. તે સિવાય જે પણ કહેવામાં આવી રહ્યું છે તે ખોટું છે.
ઉલ્લેખનિય છે કે, જીએસટી કાઉન્સિલની બેઠકને સંબોધિત કરતા નિર્મલા સિતારમણે કહ્યું હતું કે, કોરોના મહામારીએ જીએસટી કલેક્શન પર ખરાબ અસર પાડી છે. તેમણે કોરોના વાઈરસને એક્ટ ઓફ ગોડ ગણાવ્યો. નિર્મલા સિતારમણના આ નિવેદનથી તેઓ ઘણાં ટ્રોલ પણ થયાં હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.