ડેન્ગ્યૂ તાવમાં શરીરની પ્લેટલેટ્સ ઘણી ઝડપથી ઘટવા લાગે છે. મચ્છરોથી ફેલાતાં આ સંક્રમણમાં દર્દીને સાંધામાં દુખાવો થાય છે. વારંવાર ચક્કર આવે છે. આ ભયંકર તાવ વ્યક્તિની મોતનું કારણ પણ બની શકે છે. દર્દીને આ ગંભીર સમસ્યાથી છૂટકારો અપાવવા માટે ડૉક્ટર ગ્લૂકોઝ ઉપરાંત એન્ટી બાયોટિક અને એસિડિટીના ઇન્જેક્શન આપી દેતા હોય છે. જ્યારે કેટલાય ઘરેલૂ ઉપચારોથી પણ દર્દીના પ્લેટલેટ્સ વધારી શકાય છે. એક વ્યક્તિના શરીરમાં સામાન્ય રીતે 1.5 લાખથી લઇને 4 લાખ સુધી પ્લેટલેટ્સ હોય છે. તેની સંખ્યા 50 હજારની નીચે જતાં જ દર્દીના જીવનું જોખમ થઇ શકે છે. તમે કેટલાક ઘરેલૂ નુસ્ખાથી આ પ્લેટલેટ્સને રિકવર કરી શકો છો.
રક્ત નિર્માણ માટે શરીરમાં પાણીનું પર્યાપ્ત પ્રમાણમાં હોવું ખૂબ જ જરૂરી છે. નારિયેળનું પાણી શરીરમાં પાણીની ઉણપને ઝડપથી સરભર કરી શકે છે. ડેન્ગ્યૂના તાવમાં નારિયેળનું પાણી પીવાથી વ્યક્તિના પ્લેટલેટ્સ ખૂબ ઝડપથી રિકવર થઇ જાય છે. આ બીમારીમાં ડૉક્ટર તમને સૌથી પહેલા આ જ ઘરેલૂ ઉપાય જણાવશે.
ગિલોયનાં પાંદડાંનો જ્યુસ અથવા પાણી નિયમિત રીતે પીવાથી પણ ડેન્ગ્યુના તાવનો સંકટ ટાળી શકાય છે. 10 ગિલોયના વેલાનાં ટુકડા તોડીને તેને 2 લીટર પાણીમાં થોડુંક આદુ અને બે ચપટી અજમા સાથે 5-7 મિનિટ સુધી ઉકાળો. તેને હુંફાળુ કરીને દર્દીને ખાલી પેટ આપવાથી ચમત્કારી લાભ મળે છે.
પ્લેટલેટ્સને વધારવામાં પપૈયાના પાંદડાંનો રસ એક રામબાણ ઇલાજ છે. વર્ષ 2009માં મલેશિયામાં કરવામાં આવેલા એક શોધમાં જાણવા મળ્યું છે કે ડેન્ગ્યૂના તાવમાં પપૈયાનાં પાંદડાં એક શાનદાર ઔષધિ છે. તમારે 10-20 મિલી લીટર પપૈયાનો રસ દિવસમાં દરરોજ પીવો જોઇએ..
જવ એટલે કે વ્હીટ ગ્રાસ. ઘઉંના તાજા ઘાસમાંથી બનાવવામાં આવેલા જ્યુસનું સેવન કરવાથી પણ દર્દીના પ્લેટલેટ્સને કંટ્રોલ કરી શકાય છે. 150 એમએલ ઘાસનો જ્યુસ પીવાથી દર્દીનાં સ્વાસ્થ્યમાં ઝડપી સુધારો થાય છે.
કીવીમાં વિટામિન-સી, વિટામિન-ઈ અને પૉલીફિનૉયલ હોય છે. દરરોજ એક કીવી સવાર-સાંજ ખાવાથી પ્લેટલેટ્સની સંખ્યા ઝડપથી વધવાની શરૂ થઇ જાય છે. આ ફળથી કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે.
દાડમ પણ એક પૌષ્ટિક ફળ છે. તેમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન મળી આવે છે. જે હીમોગ્લોબિન અને પ્લેટલેટ્સનું પ્રમાણ વધારવામાં ઘણું મદદરૂપ સાબિત થાય છે. દાડમનો જ્યુસ ઘરે તૈયાર કરો અને દર્દીને દરરોજ પીવડાવો.
બીટમાં ભરપૂર પ્રમાણમાં એન્ટી-ઑક્સીડેન્ટ મળી આવે છે. તેનું નિયમિત રીતે સેવન કરવાથી હીમોગ્લોબિન અને પ્લેટલેટ્સના પ્રમાણમાં સુધારો આવે છે. તમે ઇચ્છો તો દર્દીને તમે તેની સ્વાદિષ્ટ શાકભાજી બનાવીને પણ ખવડાવી શકો છો.. તેનો 10 એમએલ તાજો જ્યુસ પણ દર્દીને ફાયદો પહોંચાડી શકે છે.
કોળાંમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન-K હોય છે. વિટામિન કે પ્લેટ્લેટ્સની જેમ લોહીને જામવાનું કામ કરે છે. દરરોજ 150 એમએલ કોળાંના રસમાં મધ મિક્સ કરીને પીવાથી પ્લેટલેટ્સ વધે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.