મોદી સરકારના આ નિર્ણયથી 10 રાજ્યોની ચૂંટણીને થશે અસર, મતદાર યાદીમાં થશે ફેરફારો

– દેશભરમાં એક સાથે ચૂંટણી યોજવાની હિલચાલ
– આ માસના આરંભે પીએમઓએ બેઠક બોલાવી હતી
– વડા પ્રધાનના સચિવ પી કે મિશ્રા બેઠકના અધ્યક્ષ

દેશમાં સર્વત્ર એક સાથે ચૂંટણી યોજવાના મુદ્દે આ માસના આરંભે વડા પ્રધાનના કાર્યાલયે એક બેઠક યોજી હતી. વડા પ્રધાનના સચિવ પી કે મિશ્રા આ બેઠકના અધ્યક્ષપદે  હતા.

આ બેઠકમાં બે વિકલ્પો ચર્ચવામાં આવ્યા હતા. પહેલો વિકલ્પ બંધારણની 243 કે અને 243 એડએમાં સુધારો કરીને દેશભરમાં એક સાથે ચૂંટણી યોજવા એક મતદાર યાદી તૈયાર કરવાનો વિકલ્પ ચર્ચાયો હતો. બીજો વિકલ્પ રાજ્યોને તેમના કાયદા-કાનૂનમાં ફેરફાર કરવાનું કહીને મ્યુનિસિપાલિટી તથા પંચાયતોની ચૂંટણી માટે ચૂંટણી પંચની મતદાર યાદી સ્વીકારવાનું સમજાવવાનો  હતો.

જાણકાર સૂત્રોએ આપેલી માહિતી મુજબ આ બેઠકમાં કેબિનેટ સચિવ રાજીવ ગૌબા, વિધાન સચિવ જી નારાયણ રાજુ, પંચાયતી રાજ સચિવ સુનીલ કુમાર અને ચૂંટણી પંચના ત્રણ પ્રતિનિધિ સહિત સેક્રેટરી જનરલ ઉમેશ સિંહા પણ હાજર હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.