સોનિયા ગાંધીના સરકાર પર પ્રહાર – અભિવ્યક્તિની આઝાદી ખતરામાં, લોકશાહી પર તાનાશાહી ભારે પડી રહી છે

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ નામ લીધા વગર જ કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. શનિવારે નવા રાયપુરમાં છત્તીસગઢ વિધાનસભાના નવા બિલ્ડિંગના શિલાન્યાસ પ્રસંગે મોકલેલા વીડિયો સંદેશમાં સરકાર પર આડકતરો હૂમલો કર્યો હતો. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરું અને બાબા સાહેબ આંબેડકર જેવા આપણા પૂર્વજોએ વિચાર્યુ પણ નહીં હોય કે આઝાદીના 75 વર્ષ બાદ દેશના સંવિધાન અને લોકશાહી પર જોખમ ઉભુ થશે અને લોકતાંત્રિક સંસ્થાઓને બરબાદ કરવામાં આવશે. સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો કે દેશવિરોધી અને ગરીબ વિરોધી તાકતો દેશમાં નફરત અને હિંસા ફેલાવી રહ્યા છે.

આગળ કહ્યું કે છેલ્લા થોડા સમયથી દેશને પાટા પરથી ઉતારવાના પ્રયત્નો થઇ રહ્યા છે. આપણી લોકશાહી સામે નવા પડકારો આવી રહ્યા છે. સત્તામાં આવેલા લોકો નફરત અને હિંસા ફેલાવી રહ્યા છે. અભિવ્યક્તિની આઝાદી પમ જોખમમાં છે. લોકશાહી ઉપર તાનાશાહી હાવી થઇ રહી છે. તેઓ લોકોનો અવાજ દબાવવા માંગે છે. યુવાનો, આદિવાસીઓ, મહિલાઓ, ખેડૂતો, દુકાનદારો, નાના વેપારીઓના મોઢા બંધ રાખવા માંગે છે.

ખરાબ વિચારધારા સારી વિચારધારા પર ભારે થઇ રહી છે. આઝાદીની લડાઇ સમયે આપણે જે પ્રતિજ્ઞા કરી છે તેમાંથી હજુ ઘણુ કરવાનું બાકી છે. સંસદ અને વિધાનસભા આપણા બંધારણના પવિત્ર મંદિર છે, જ્યાં બંધારણની રક્ષા થાય છે. ત્યારે આપણે પણ યાદ રાખવું પડશે કે આપણું બંધારણ આવા ભવન નહીં પણ ભાવનાઓ વડે બનેલું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.