ફેસબૂક વ્હોટ્સએપ પર ભાજપ સાથે મળેલા હોવાનો આક્ષેપ લગાવી કોંગ્રેસે માર્ક ઝુકરબર્ગને પત્ર લખ્યો
કોંગ્રેસ છેલ્લા થોડા દિવસોથી ફેસબૂક અને વ્હોટ્સએપ પર ભાજપ સાથે મળેલા હોવાનો આક્ષેપ કરી રહી છે. ત્યારે આ મુદ્દે હવે કોંગ્રેસે ફેસબૂકના સીઇઓ માર્ક ઝુકરબર્ગને પત્ર લખીને કાયદાકિય કાર્યવાહીની ચેતવણી આપી છે. પ્રતિષ્ઠિત અમેરિકી મેગેઝીન ટાઇમમાં છપાયેલા રિપોર્ટના આધારે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે વ્હોટ્સએપ પેમેન્ટનું લાઇસેન્સ મેળવવા માટે ફેસબૂકે ભાજપના ચૂંટણી પ્રચાર સાથે જોડાયેલા વ્યક્તિને વ્હોટ્સએપનો ઉચ્ચ અધિકારી બનાવ્યો છે. આ પહેલા કોંગ્રેસે આરોપ લગાવ્યા છે કે ફેસબૂક ભાજપના નેતાના નફરત ફેલાવનારા ભાષણો પર કોઇ કાર્યવાહી નથી કરતી. કોંગ્રેસ આ મામલે સંસદીય સમિતિ પાસે તપાસની માંગ કરી રહી છે.
ટાઇમ મેગેઝીનના રિપોર્ટને ટ્વિટ કરીને રાહુલ ગાંધીએ લખ્યું હતું કે અમેરિકાના ટાઇમ મેગેઝીને વ્હોટ્સએપ ને ભાજપની સાંઠ ગાંઠને ખુલ્લી કરી છે. 40 કરોડ ભારતીયો વ્હોટ્સએપનો વપરાશ કરે છે, અને હવે વ્હોટ્સએપ ઇચ્છે છે કે પેમેન્ટ માટે પણ વ્હોટ્સએપનો ઉપયોગ કરવામાં આવે. જેના માટે મોદી સરકારની મંજૂરીની જરુર છે ને માટે જ સરકારની વ્હોટ્સએપ પર પકડ મજબૂત છે.
ઉલ્લેખનીય છે કે વોલ સ્ટ્રીટ જર્નલ બાદ હવે ટાઇમ મેગેઝીને પણ આરોપ લગાવ્યો છે કે પોતાના વ્યાપારિક હિતો જળવાઇ તે માટે ભારતમાં ફએસબૂકે એવા લોકોને પ્રમુખ બનાવ્યા છે જેઓ કોઇના કોઇ રીતે ભાજપ સાથે સંકળાયેલા છે. કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે માર્ક ઝુકરબર્ગને એક ચિઠ્ઠી લખી છે. જેમાં તેમણે પુછ્યુ છે કે અંગે તેઓ શું કાર્યવાહી કરશે. સાથે જ સમાજમાં નફરત ફેલાવવા બદલ ફેસબૂક સામે કાયદાકિય કાર્યવાહીની પણ વાત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.