અનંત ચૌદશે ભૂલ્યા વગર કરો આ એક કામ, જીવનના તમામ સંકટ વિઘ્નહર્તા કરશે દૂર

ભાદરવા મહિનાના સુદ પક્ષની ચૌદશ તિથિએ અનંત ચૌદશ પર્વ ઉજવવામાં આવે છે. જે આ વર્ષે 1 સપ્ટેમ્બરના રોજ છે. આ દિવસે ભગવાન વિષ્ણુના અનંત રૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ગણેશના વિસર્જન સાથે દસ દિવસના ગણેશોત્સવનું સમાપન થાય છે.

એવું માનવામાં આવે છે કે મહાભારતમાં આ વ્રતની શરૂઆત થઇ હતી. જ્યારે પાંડવો પાસેથી તેમનું રાજ્ય છીનવી લેવામાં આવ્યું હતું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને આ વ્રત કરવાની સલાહ આપી હતી. અનંત ચૌદશના દિવસે ગણેશજીની પૂજા કર્યા પછી ઘરમાં જ કોઇ મોટા વાસણમાં કે કુંડામાં ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવું જોઇએ. ત્યાર બાદ બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપવી જોઇએ.

1 સપ્ટેમ્બર મંગળવારે આવેલ અનંત ચૌદશે કરવામાં આવતા વ્રતનું ફળ વિષ્ણુ લોકની પ્રાપ્તી અપાવે છે. ભારતમાં આ પર્વ ખુબ ધામધુમથી મનાવવામાં આવે છે.

અનંત ચતુર્દશીની પૂજા વિધિની રીત
અનંત ચતુર્દશી વ્રતનું મહત્વ અગ્નિ પુરાણમાં વર્ણવવામાં આવ્યું છે. આ દિવસે સવારના સ્નાન કર્યા પછી, પૂજા સ્થળે કળશ સ્થાપિત કરો. આ પછી કળશ પર ભગવાન વિષ્ણુની તસવીર મૂકો. કુમકુમ, કેસર અને હળદરથી દોરો રંગીને અનંત સૂત્ર બનાવો. આ વ્રતમાં સૂતર કે રેશમના દોરાને કંકુથી રંગીને તેમાં ચૌદ ગાંઠ બાંધવામાં આવે છે.

ત્યાર બાદ તને વિધિ-વિધાનથી પૂજા કર્યા પછી કાંડા ઉપર બાંધવામાં આવે છે. કાંડા ઉપર બાંધવામાં આવલાં આ દોરાને જ અનંત કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુના સ્વરૂપ માનવામાં આવતાં આ દોરાને રક્ષાસૂત્ર પણ કહેવામાં આવે છે. આ 14 ગાંઠ ભગવાન શ્રી હરિના 14 લોકનું પ્રતીક માનવામાં આવે છે. આ અંનત રૂપી દોરાને પૂજામાં ભગવાન વિષ્ણુ ઉપર અર્પણ કરી વ્રત કરનાર પોતાના કાંડે બાંધી શકે છે. આ અનંત સૂત્રથી તમામ સંકટનો નાશ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.