અતિભારે વરસાદને પગલે ઉકાઇ ડેમમાં 6 ગેટ પાંચ ફુટ ખોલી 70,000 ક્યુસેક પાણી છોડવાનું શરૃ

ઉકાઇ ડેમના બ્લાઇન્ડ કેચમેન્ટ બાદ હવે સતાધીશોને હથનુર ડેમના કેચમેન્ટના વરસાદે સાવધાન કરી દીધા છે. 24 કલાકમાં હથનુર ડેમમાં દેમાર વરસાદથી 24 દરવાજા ખોલીને 1.21 લાખ કયુસેક પાણી છોડવાનું શરૃ કરાતા સાંજે પાંચ વાગ્યાથી 6 ગેટ પાંચ ફુટ ખોલીને ઉકાઇ ડેમમાંથી 70,000 ક્યુસેક પાણી છોડવાનું શરૃ કરી દેવાયું છે. સુરત વહીવટીતંત્ર પણ એલર્ટ થઇ ગયું છે.

ઉકાઇ ડેમની સ્થિતિ માંડ થાળે પડીને હજુ તો બે જ દિવસ થયા છે. અને આ વખતે બ્લાઇન્ડ કેચમેન્ટના બદલે ઉપરવાસમાં અને તેમાંય હથનુર ડેમના ઉપરવાસના ટેસ્કામાં 5 ઇંચચીખલધરામાં 3 ઇંચકરનખેડાદેડતલાઇમાં 1 ઇંચ સહિત કેચમેન્ટમાં 24 કલાકમાં સરેરાશ 1 ઇંચ વરસાદી પાણી પડતા ફરીથી ડેમના દરવાજા ખોલવાનો વારો આવ્યો છે. આ વરસાદના કારણે હથનુર ડેમમાંથી 1.21 લાખ કયુસેક પાણી છોડવાની શરૃઆત કરી હતી.આ પાણી ઉકાઇ ડેમમાં 24 થી 36 કલાકની વચ્ચે આવનાર હોવાથી ઉકાઇ ડેમના સતાધીશોએ ડેમના દરવાજા બીજી વાર ખોલવાનો નિર્ણય લીધો હતો.

 

છેલ્લા બે દિવસથી દરવાજા બંધ કરીને સપાટી ઉપર લેતા આજે ડેમના રૃલલેવલ 335 ફૂટને પાર કરીને સપાટી 335.24 ફૂટે પહોંચી હતી. આમ રૃલેલેવલને સપાટી પાર કરી ગઇ હોવાથી હથનુર ડેમમાંથી છોડાયેલુ પાણી આવે તે પહેલા જ ડેમ ખાલી કરવાની શરૃઆત કરી હતી. આજે સાંજે પાંચ વાગ્યે ફરી ઉકાઇ ડેમના દરવાજા ખોલીને 70,000 કયુસેક પાણી છોડવાનું આરંભ્યુ હતુ. સંભવત મોડી રાત્રે 12 વાગ્યે આ પાણી છોડવાનુ વધારીને 90,000 કયુસેક કરી દેવાઇ તેમ છે. મોડી સાંજે સાત વાગ્યે ઉકાઇ ડેમની સપાટી ઘટીને 335.19 ફૂટઇનફલો 54,000 અને આઉટફલો 70,000 કયુસેક નોંધાયો હતો. ઉકાઇ ડેમનું રૃલલેવલ 335 ફૂટ અને ભયજનક લેવલ 345 ફૂટ છે. આમ હાલમાં સુરત સ્થિત તાપી નદી બન્ને કાંઠે છલોછલ થઇને વહે છે. અને તેમાં ફરી આ નવુ પાણી ઉમેરાવાનું હોવાથી સુરતનું વહીવટીતંત્ર એલર્ટ થયુ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.