એક તરફ દેશ અનલોક થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ધીમે-ધીમે છૂટછાટો આપવામાં આવી રહી છે ત્યારે આ વચ્ચે તમિલનાડુંમાં લોકોડાઉન લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી પલાનીસ્વામીએ આ અંગે જાહેરાત કરી છે.
તમિલનાડુમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે. રાજ્યના સીએમ પલાનીસ્વામીએ જાહેરાત કરી છે. સાથે જ તેમણે કહ્યું કે, સપ્ટેમ્બર મહીનામાં રવિવારે સંપૂર્ણ લોકડાઉન નહી હોય. તેની સાથે જ આંતર જિલ્લની મુસાફરી માટે ઈ-પાસ સિસ્ટમને પૂર્ણ કરી દેવામાં આવી છે. દરેક પુજા સ્થળ, હોટલ અને રિસોર્ટ ખોલવાની મંજુરી આપી દેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.