કોંગ્રેસ પ્રમુખપદ માટે હાલ ચૂંટણી ન યોજાય તો આભ નહીં તુટી પડે : સલમાન ખુર્શીદ

– 23 નેતાઓની ચૂંટણીની માગ વચ્ચે સોનિયા ગાંધીને વરીષ્ઠ નેતાનું સમર્થન

કોંગ્રેસમાં પ્રમુખ પદ માટે ચૂંટણી કરાવવાની વધી રહેલી માગણી વચ્ચે કોંગ્રેસના વરીષ્ઠ નેતા સલમાન ખુર્શીદે કહ્યું છે કે પ્રમુખ પદ માટે ચૂંટણી કરાવવાની આટલી ઉતાવળ કેમ છે? આ ચૂંટણી નહી થાય તો કોઇ આભ નહીં તુટી પડે.

સાથે જ તેમણે કહ્યું હતું કે પ્રમુખ પદ અંગેનો નિર્ણય લેવાનો સોનિયા ગાંધીને સંપૂર્ણ અિધકાર છે. અગાઉ 23 જેટલા કોંગ્રેસના નેતાઓએ પત્ર લખીને પ્રમુખ પદ માટે પક્ષમાં ચૂંટણી યોજવાની માગ કરી હતી.

ગુલામ નબી આઝાદે પણ ચૂંટણી યોજવાની તરફેણ કરી હતી, જ્યારે કપિલ સિબ્બલે ચૂંટણીની તરફેણ કરી રહેલા નેતાઓની ટીકા થઇ રહી છે તે મુદ્દે ખુલ્લેઆમ કહ્યું હતું કે આ નેતાઓ ગદ્દાર નથી કે તેમની સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવે. સિબ્બલે પણ એક રીતે પ્રમુખ પદ માટે ચૂંટણીની માગને સમર્થન આપ્યું હતું.

આ સિૃથતિ વચ્ચે હવે સોનિયા ગાંધીને પક્ષના વરીષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન સલમાન ખુર્શીદનું સમર્થન મળી રહ્યું છે. સલમાન ખુર્શીદે કહ્યું હતું કે જે નેતાઓએ પત્ર લખીને પ્રમુખ પદ માટે ચૂંટણી યોજવાની માગણી કરી છે તેઓ સોનિયા ગાંધીને રૂબરૂ મળીને પણ આ વાત કરી શક્યા હોત, આ માટે પત્ર લખવાની કોઇ જરૂર નહોતી.

નેતાઓએ જે પત્ર લખ્યો હતો તેમાં ચૂંટણી યોજી કાયમી પ્રમુખ નિમવાની માગણી પણ કરી હતી. આ મુદ્દે વાત કરતા સલમાન ખુર્શીદે કહ્યું હતું કે હાલ કોંગ્રેસ પાસે પાર્ટટાઇમ નહીં પણ કાયમી પ્રમુખ જ છે.  પ્રમુખ પદ માટે જો હાલ ચૂંટણી નહીં યોજાય તો કોઇ આભ થોડી તુટી પડવાનું છે.

ગુલામ નબી આઝાદ પણ હાલ પક્ષમાં ફેરફાર ઇચ્છે છે. જોકે આ ફેરફારો કોંગ્રેસ પાર્ટી વર્ષોથી કરતી આવી છે. સાથે મને આશા છે કે પક્ષનું નેતૃત્વ પણ આઝાદની વાત પર ધ્યાન આપશે કેમ કે તેઓ પક્ષના વરીષ્ઠ નેતા છે. મને હાલ ચૂંટણી યોજવા માટે કોઇ જ ઉતાવળ નથી અને જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે પ્રમુખ પદની ચૂંટણી યોજીશું તેવું સોનિયા ગાંધી પણ કહી ચુક્યા છે.  કોંગ્રેસ આંતરીક ચૂંટણી માટે એક પેનલની રચના કરી શકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.