ભાત બનાવ્યા બાદ તેના પાણીને ફેંકી ન દેતા, જાણો તેના અદ્દભૂત ફાયદા વિશે

રાઇસ બનાવ્યા બાદ બચેલું પાણી ચોખાનું પાણી હોય છે. સામાન્ય રીતે મોટાભાગના લોકો રાઇસ બનાવ્યા બાદ તે પાણીને ફેંકી દે છે. ઘણા બધા લોકો જાણતા નથી કે ચોખાનું પાણી (Rice Water) કેટલાય સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર હોય છે. આ તમારી ત્વચા માટે અદ્દભૂત કામ કરે છે. સ્કિન માટે રાઇસનાં પાણીનો ઉપયોગ કરવો કોરિયાઇ સ્કિનકેર રૂટીનનો એક લોકપ્રિય ભાગ છે. ચોખાનું પાણી તમારી એક સ્મૂથ ત્વચાની બનાવટ પ્રદાન કરવા માટે ઓળખાય છે. આ તમારા સ્કિન ટોનને વધારે છે અને સ્કિનની કેટલીય સમસ્યાઓને ઘટાડી શકે છે.. જાણો, તમારી ત્વચા અને તેનો ઉપયોગ કરવાની પદ્ધતિ માટે ચોખાનાં પાણીના& અદ્દભૂત લાભ વિશે…

ચોખાના પાણીનાં ફાયદા અને તેના ઉપયોગ કરવાની પદ્ધતિ : 

કેટલાય અભ્યાસ જણાવે છે કે રાઇસનું પાણી સ્કિનમાંથી કાળા ડાઘને ઘટાડવા, સ્કિનનું પિગમેન્ટેશન ઓછું કરવા, સ્કિનને સૂરજની ક્ષતિથી બચાવવા અને ડ્રાય સ્કિનને ઓછું કરવામાં મદદ કરી શકે છે. આ પાણી ત્વચાની બનાવટમાં પણ સુધાર કરે છે અને તમને કોમળ ત્વચા મેળવવામાં મદદ કરી શકે છે.

ત્વચા માટે રાઇસ વૉટરનો ઉપયોગ કેવી રીતે કરશો? 

તમે ચોખાનું પાણી વિભિન્ન પદ્ધતિઓથી તૈયાર કરી શકો છો

1. ચોખાને પહેલા ધોઇ નાંખો અને ત્યારબાદ થોડીક મિનિટ સુધી પાણીમાં પલાળી દો. ચોખાને પોતાની આંગળીથી દબાઓ અને તેને ઓછામાં ઓછા 30 મિનિટ સુધી રાખો. ત્યારબાદ આ મિશ્રણને ગાળી લો અને કોઇ વાસણમાં કાઢીને રેફ્રિજરેટરમાં રાખી મુકો.

2. રાઇસના પાણીને તૈયાર કરવા માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી વિધિ ઉકાળવાની છે. જે રીતે તમે રાઇસ બનાવો છો ઠીક તેવી જ રીતે પાણીમાં રાઇસ ઉકાળો. એકવાર ઉકળી જાય ત્યારબાદ સ્ટાર્ચવાળા પાણીને રેફ્રિજરેટરમાં રાખી દો.

3. તમે આથા સાથે રાઇસનું પાણી પણ તૈયાર કરી શકો છો. એક ગ્લાસમાં થોડાક ચોખા અને પાણી (ચોખાના પ્રમાણથી બેગણું) નાંખો. તેને એક અથવા બે દિવસ માટે રૂમના તાપમાન પર રહેવા દો. મિશ્રણને ગાળી લો અને પાણીને ફ્રિજમાં રાખી દો.

રાઇસ વૉટરનો ઉપયોગ કરતાં પહેલાં પાણીને પાતળું કરવાનું ભૂલશો નહીં. તમે તેને સ્પ્રે બૉટલ અથવા કૉટન બૉલની મદદથી પોતાના ચહેરા પર લગાવી શકો છો. તેને થોડીક મિનિટો સુધી રહેવા દો અને ત્યારબાદ સામાન્ય પાણીથી ધોઇ નાંખો. તમે ચોખાના પાણી પર આધારિત સ્કિનકેયર પ્રોડક્ટ્સ પણ પસંદ કરી શકો છો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.