કાયદો બધા માટે સરખો છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ વારંવાર અનેક પ્રયાસો કરી રહી છે. ત્યારે જાણીતા ગાયક જિગ્નેશ કવિરાજ પણ ટ્રાફિકનાં નિયમોનું ઉલ્લંઘન કરતાં પકડાયાં છે. જિગ્નેશ કવિરાજે કાર ચલાવતાં સમયે સીટ બેલ્ટ નહીં બાંધીને ટ્રાફિકનાં નિયમનું ઉલ્લંઘન કર્યું હતું. જેને પગલે જિગ્નેશ કવિરાજનો ટ્રાફિકનો મેમો ફાટ્યો હોવાનાં ફોટો વાઇરલ થયાં છે.
જિગ્નેશ કવિરાજ લોકપ્રિય ગુજરાતી ગાયક છે. તેઓ અવાર નવાર તેમના ગીતોનાં કારણે લોકોમાં અને સોશિયલ મીડિયામાં છવાયેલા રહે છે. ત્યારે આ વખતે તેઓ તેમની ગીતોને લીધે નહીં પણ તેમનાં ટ્રાફિક નિયમનાં ભંગ કરવાને કારણે છવાયેલા છે. જિગ્નેશ કવિરાજ કાર ચલાવતાં હતાં. તે દરમિયાન તેણે સીટ બેલ્ટ બાંધ્યો નહોતો જેને પગલે ટ્રાફિક પોલીસે તેને અટકાવી મેમો ફાડ્યો હતો. તેવા ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થયાં છે. જો કે આ વાઇરલ વીડિયો ક્યારનો છે અને ક્યાંનો છે એ અંગે હજુ સુધી કંઇ જાણવા મળ્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.