કોર્ટના અપમાનના મામલે સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને કરી 1 લાખ રૂપિયાના દંડની જોગવાઇ

ન્યાયપાલિકા વિરુદ્ધ ટ્વિટ કરવા માટે દોષિત ઠરેલા વકીલ પ્રશાંત ભૂષણ વિરુદ્ધ કોર્ટના અનાદર કેસમાં સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને એક રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અને જો તેઓ દંડ ન ભરે તો 3 મહિનાની જેલની સજા થશે તથા 3 વર્ષ સુધી વકીલાતની પ્રેક્ટિસ કરી શકશે નહીં.

25 ઓગસ્ટના રોજ જસ્ટિસ અરુણ મિશ્રા, બી આર ગવઈ અને કૃષ્ણ મુરારીએ પ્રશાંત ભૂષણ દ્વારા કરાયેલી ટ્વિટ્સ અંગે તેમણે માફી માંગવાની ના પાડી દેતા તેમના પર સજાનો ચુકાદો અનામત રાખ્યો હતો.

આ અગાઉ પેનલે પ્રશાંત ભૂષણની તેમના ટ્વિટ બદલ માફી માંગવાનો ઈન્કાર કરવાની વાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે માફી માંગવામાં શું ખોટું છે? શું આ શબ્દો એટલા બધા ખરાબ છે? સુનાવણી દરમિયાન પેનલે ભૂષણને ટ્વિટ અંગે ખેદ વ્યક્ત ન કરવા બદલના પોતાના વલણ પર વિચાર કરવા માટે 30 મિનિટનો સમય પણ આપ્યો હતો.

આપને જણાવી દઈએ કે વકીલ પ્રશાંત ભૂષણએ સુપ્રિમ કોર્ટના 4 પૂર્વ સીજેઆઈ પર કથિત રીતે અપમાન જનક ટ્વીટ કર્યું હતું. જેને કંટેમ્પટ ઓફ કોર્ટ માનવામાં આવ્યું છે. આ પગલું કોર્ટે સ્વયંભૂ (સુઓ મોટો) લીધું હતું.

કોર્ટના તિરસ્કારની કાર્યવાહી બે પ્રકારની હોય છે- સિવિલ અને ક્રીમીનલ. પ્રશાંત ભૂષણ સામે ક્રીમીનલ તિરસ્કારની કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રશાંત ભૂષણે એક કરતાં વધુ ટ્વીટ્સ કરીને સુપ્રીમ કોર્ટના કેટલાક ચુકાદાની ઠેકડી ઊડાડી હોય એવી છાપ પડતી હતી. વારંવાર આવી ટ્વીટ થયા પછી સુપ્રીમ કોર્ટે કોર્ટના તિરસ્કારનું શસ્ત્ર ઉગામ્યું હતું.

સિનિયર ધારાશાસ્ત્રી છે પ્રશાંત ભૂષણ

પ્રશાંત ભૂષણ પોતે પણ એક સિનિયર ધારાશાસ્ત્રી છે. એમને અમુક મુદ્દાઓ અંગે પોતાનો અભિપ્રાય હોઇ શકે છે. પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદાને ઊતારી પાડવા અથવા અયોગ્ય ગણાવવા કે પછી એની ટીકા કરવી એ યોગ્ય પગલું ગણાતું નથી. તમને કોઇ ચુકાદો સ્વીકાર્ય ન હોય તો તમે એ ચુકાદા માટે ફેરવિચાર કરવાની અપીલ કરી શકો પરંતુ ચુકાદાની કે જજની વિચારસરણીની ટીકા સોશ્યલ મિડિયા પર કરી શકાય નહીં. છેલ્લા થોડા સમયથી પ્રશાંત ભૂષણ સતત સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ વિશે ટ્વીટ કરતા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.