ગાંધીનગર આમ આદમી પાર્ટી દ્વારા આજેક-7 કોર્નર પાસે રોડ ઉપર પડેલા ખાડા પૂરવા માટેનો અનોખો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો.આપના કાયઁકરોએ જાતે રસ્તા પર ખાડા પુરી પોતનો વિરોઘ નોઘાવ્યો હતો.
સાથે-સાથે કોરોના વોરિયર્સ તરીકે ઓળખાતા ટ્રાફિક પોલીસ ભાઈઓનું ઓક્સિજન લેવલ પણ ચેક કરવામાં આવ્યું હતુ આગામી દિવસોમાં ગાંધીનગર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આખા ગાંધીનગરમાં જે પ્રમાણે રોડ ઓછા અને ખાડા વધુ છે તે વધુમાં વધુ ખાડાઓનુ પુરાણ કરવા માટેના આવા પ્રોગ્રામ પણ કરવામાં આવશે
એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી
આજરોજ યોજાયેલ આ કાયઁક્રમમાં ગાઘીંનગર શહેર પ્રમુખ જીતેન્દ્ર ભાઈ,મહામંત્રી વિનોદ ભાઈ,ઉપપ્રમુખ સુરેશભાઈ,યુવા પ્રમુખ મુકેશભાઈ,રાધેજા ગામ પ્રમુખ પીનાકીનભાઈ ,વનરાજભાઈ,
સેકટર 24ના આપના આગેવાન કાયઁકર સાર્થક ભાઈ સહિતના કાયઁકરો કાયઁક્રમમાં ઉપસ્થીત રહ્યા હતા
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.