લોન નહીં અમને જીએસટીનું વળતર આપો :આ સાત રાજ્યો કેન્દ્ર સામે પડયા

 કોરોના મહામારી-આર્થિક સંકટ વચ્ચે વળતર ન મળતા એનડીએ સિવાયના રાજ્યોમાં કેન્દ્ર પ્રત્યે રોષ વધ્યો

 

જીએસટી કલેક્શન બાદ રાજ્યોને કેન્દ્ર સરકારે રેવન્યૂમાં વળતર નથી ચુક્યું જેને પગલે કોરોના મહામારીને કારણે સંકટમાં આવી ચુકેલા રાજ્યોમાં હવે વધુ કફોડી સિૃથતિ થઇ શકે છે. આ સિૃથતિ વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું છે કે તેઓ આ મામલે બેંક પાસેથી લોન લઇ શકે છે. જોકે આ પ્રસ્તાવને દેશના સાત રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશે ઠુકરાવી દીધો છે અને જીએસટીના વળતરને કેન્દ્ર સરકાર તાત્કાલીક આપે તેવી માગણી પણ કરી છે.

જે રાજ્યોઓએ કેન્દ્રની માગણીને ઠુકરાવી છે તેમાં મોટા ભાગના બિન ભાજપ શાસિત છે, કેરળ, દિલ્હી, પંજાબ, રાજસૃથાન, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, તેલંગાણાએ હવે કેન્દ્રની સામે જીએસટી મુદ્દે લડી લેવાનો નિર્ણય કર્યો છે. પંજાબના નાણા પ્રધાન મનપ્રીતસિંહ બાદલે કહ્યું છે કે જો રાજ્ય સરકારો લોન લે તો આવી સિૃથતિમાં કેન્દ્ર સરકારે જીએસટી વળતર મામલે જે કાયદો ઘડયો છે તેને સુધારવો પડશે.

આ કાયદામાં સ્પષ્ટતા કરવામા આવી છે કે જીએસટીના અમલ બાદ રાજ્ય સરકારોને જે રેવન્યૂમાં નુકસાન થાય છે તેની ભરપાઇ કેન્દ્ર સરકારે કરવી ફરજિયાત છે.  કેરળના નાણા પ્રધાન થોમસ ઇસાકે કહ્યું છે કે પંજાબ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, તેલંગાણા અને કેરળના નાણા પ્રધાનોએ સંયુક્ત રીતે કેન્દ્ર સરકારના જીએસટીના વળતરના બદલે હાલ બેંક પાસેથી લોન લઇ લેવાના પ્રસ્તાવનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે.

જ્યારે પંજાબના નાણા પ્રધાને આ મામલે કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારામનને પત્ર લખ્યો છે અને માગણી કરી છે કે તાત્કાલીક ધોરણે કેન્દ્ર રાજ્યોને તેમનો જીએસટીના વળતરનો જે અિધકાર છે તે આપે અને સાથે જ જીએસટી કાઉન્સિલની બેઠક બોલાવવામાં આવે.  જ્યારે કેરળના નાણા પ્રધાને ટ્વિટ કરીને રાજ્યની માગણીને કેન્દ્ર સમક્ષ મુકી છે.

ગત સપ્તાહે કેન્દ્ર સરકારે રાજ્યોને જીએસટી વળતર મામલે બે વિકલ્પો આપ્યા હતા, જેમાં રાજ્યોને રિઝર્વ બેંક પાસેથી સ્પેશિયલ વિન્ડો અંતર્ગત લોન લેવા કહ્યું છે સાથે જ બીજો વિકલ્પ માર્કેટમાંથી લોન લેવાનો પણ આપ્યો છે. આ વિરોધમાં તામિલનાડુ સરકાર પણ જોડાઇ છે.  તામિલનાડુના મુખ્ય પ્રધાન પલાનીસ્વામીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો અને તાત્કાલીક જીએસટીનું વળતર ચુકવવા વિનંતી કરી હતી.

જો કેન્દ્રએ અમને જીએસટીનું વળતર ન ચુકવ્યું તો હાલ કોરોના મહામારી સામે પહોંચી વળવામાં રાજ્યોની મુશ્કેલીમાં મોટો વધારો થશે. આ ઉપરાંત રાજ્યો દ્વારા જારી લોક હિતના કાર્યક્રમો અને ગરીબોની મદદ માટેની યોજનાઓ પર પણ માઠી અસર થશે.  તેલંગાણાએ પણ કેન્દ્ર સમક્ષ રોષ ઠાલવ્યો છે અને કહ્યું છે કે રાજ્યને માત્ર ચાર જ મહિનામાં આઠ હજાર કરોડ રૂપિયાની અવકનું નુકસાન થયું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.