સુરતમાં ઘરે સારવાર લેતાં 200થી વધુ દર્દીને કોમ્યુનિટી આઈસોલેશનમાં ખસેડાયા

રે સારવાર લેતાં દર્દીની દિવસમાં બે વાર હેલ્થ સ્ટેટસ અપડેટ કરાશેઃ શરદી-ખાંસી સાથે અન્ય બિમારી ધરાવતાં દર્દીની ફરજ્યાત ટેસ્ટ કરાયો

સુરતમાં કોરોના સંક્રમણમાં થોડી રાહત બાદ ફરીથી કોરોનાએ માથું ઉચકતાં તંત્ર દોડતું થયું છે. સુરત મ્યુનિ.ના કેટલાક ઝોનમાં આખે આખો પરિવાર કોરોના સંક્રમણમાં સપડાયો હોવાથી ગાઈડ લાઈનનો અમલ ન થાય તેવા દર્દીઓને કોમ્યુનીટી આઈસોલેશન વોર્ડમાં મુકવાની કામગીરી શરૂ કરી છે.

સુરતમાં ઘરે સારવાર લેતાં 200થી વધુ દર્દીઓને કોમ્યુનીટી આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત સંક્રમણ સાથે ડેથ રેસિયો વધુ ઘટાડવા માટે ઘરે સારવાર લેતાં દર્દીને હેલ્થ સ્ટેટસ બે વાર લેવા સાથે કોમોર્બિડ બિમારી ધરાવતાં લોકોના ફરજ્યાત ટેસ્ટ કરાવવા માટે આયોજન થઈ રહ્યું છે.

સુરતમાં કોરોના સંક્રમણમાં થોડો ઘટાડો થતાં મ્યુનિ.તંત્રને થોડી રાહત થઈ હતી પરંતુ બે દિવસથી સેન્ટ્રલ, વરાછા અને કતારગામ ઝોનમાં આખે આખો પરિવાર સંક્રમણમાં સપડાયો હતો. ત્યાર બાદ રાંદેર ઝોનમાં પણ જૈન સમાજના આઈસોલેશન સેન્ટર તથા અન્ય જગયાએ આખા પરિવાર સંકમણમાં સપડાયા હતા.

હોમ આઈસોલેશનમાં એક કરતાં વધુ દર્દી હોવાથી  કોવિડની ગાઈડ લાઈનનું પાલન થતું નથી. જેના કારણે હોમ આઈસોલેશનમાં રહેતાં 200થી વધુ પોઝીટીવ દર્દીઓને જુદા જુદા કોમ્યુનીટી આઈસોલેશન સેન્ટરામં રિફર કરવામાં આવ્યા છે જ્યાં તેઓની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત હોમ આઈસોલેસનમાં જે દર્દીઓ રાખવામાં આવ્યા છે. તેવા દર્દીઓના હેલ્થ સ્ટેટસને એકના બદલે બે વખત અપડેટ કરવામાં આવશે. હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહેલાં કોઈ પણ દર્દીને થોડી પણ સમસ્યા જણાય તો તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.

આ ઉપરાંત કોરોના સંક્રમણમાં સુગર, પ્રેશર, કિડની, હાર્ટ તથા અન્ય બિમારી ધરાવતાં લોકોને સંક્રમણ ઝડપથી આવે તેવી શક્યતા છે. આવી સ્થિતિના કારણે મ્યુનિ. વિસ્તારમાં કોમોર્બિડ વ્યક્તિઓની ખાસ તકેદારી રાખવા માટે મ્યુનિ.તંત્ર આયોજન કરી રહી છે.

અન્ય બિમારી ધરાવતા લોકોને કોઈ પણ પ્રકારના લક્ષણ જોવા મળે કે તરત જ તેમનો કોવિડ એન્ટીજન ટેસ્ટ કરવા માટેની સુચના આપી દેવામા આવી છે.

આવા પ્રકારની કામગીરીથી કોરોના પોઝીટીવ દર્દીને ઝડપથી શોધીને તેમને તાત્કાલિક સારવાર મળે તે માટેનું આયોજન થઈ રહ્યું છે. આ ઉપરાંત આખો પરિવાર પોઝીટીવ હોય ત્યારે સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાઈ અને સંક્રમણ પરિવાર અને અન્ય લોકોમાં પણ વધી શકે છે. તેવી ભીતીથી હવે પરિવારમાં એક કરતાં વધુ સભ્યો પોઝીટીવ હોય તેમને હોમ ટ્રીટમેન્ટને બદલે આઈસોલેશન સેન્ટર અથવા હોસ્પિટલમાં સારવાર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.