માર્કેટીંગ કંપનીઓએ સપ્ટેમ્બર મહિનામાં ગેસની કિંમતો જારી કરી છે, આ મહિનામાં તેલ કંપનીઓ (HPCL, BPCL, IOC)એ સબસીડી વગરનાં ગેસ સિલિન્ડરોની કિંમતમાં કોઇ ફરફાર કર્યો નથી, ઓગસ્ટ મહિનાની જેમ સબસીડી વગરનાં સિલિન્ડરની કિંમત 594 રૂપિયામાં સ્થિર છે અન્ય શહેરોમાં પણ સિલિન્ડરની કિંમતોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી, જો કે કોમર્શિયલ સિલિન્ડરોનાં ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કરાયો છે.
ઓગસ્ટની જેમ સપ્ટેમ્બરમાં પણ કોઇ પણ પ્રકારનો ફેરફાર કરાયો નથી, દેશની રાજધાની દિલ્હીમાં સબસીડી વગરનાં સિલિન્ડરની કિંમત 594 રૂપિયા છે, અન્ય શહેરોમાં પણ રસોઇ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઇ ફેરફાર કરાયો નથી, મુંબઇમાં સબસીડી વગરનાં ગેસ સિલિન્ડર 594 રૂપિયા છે, જો કે ચેન્નઇમાં 610 રૂપિયા અને કોલકાત્તામાં 620.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે.
જુલાઇ બાદ રસોઇ ગેસની કિંમતમાં કોઇ વધારો કરાયો નથી, જુલાઇ મહિનામાં 14 કિલોગ્રામવાળા રસોઇ ગેસ સિલિન્ડરની કિંમત 4 રૂપિયા સુધી વધારવામાં આવી હતી.
19 કિલોગ્રામનાં સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરાયો છે, IOCની વેબસાઇટ મુજબ દિલ્હીમાં 19 કિલોગ્રામવાળા રસોઇ ગેસ સિલિન્ડરની કિંમત 2 રૂપિયા ઘટી છે, હવે આ સિલિન્ડરમાં નવો ભાવ 1133.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે, મુંબઇમાં 2 રૂપિયા ઘટીને 1,196.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર નવી કિંમત થઇ ગઇ છે, 19 કિલોગ્રામવાળા સિલિન્ડર કોમર્શિયલમાં વપરાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.