બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતના ટ્વિટર ફોલોઅર્સમાં ધરખમ ઘટાડો

– રોજના 40-50 હજાર ફોલોઅર્સ ઓછા થઇ રહ્યા છે

કંગના રનૌત હાલ સુશાંત સિંહ રાજપૂત કેસમાં  રિયા ચક્રવર્તીને સપાટામાં લઇ રહી છે. તેણે થોડા દિવસો પહેલા જ ટવિટર જોઇન્ટ કર્યું છે. જોતજોતામાં તેના લાખોની સંખ્યામાં ફોલોઅર્સ થઇ ગયા. તેના વિવાદાસ્પદ સ્વભાવને લીધે તે ટિવ્ટર યૂઝર્સનું ધ્યાન ઝડપથી ખેંચી શકી. પરંતુ હવે તેને એક આંચકો લાગ્યો છે કે તેના ફોલોઅર્સ રોજ ઘટતા જાય છે.

વાસ્તવમાં કંગનાના એક ફેનએ ટ્વીટ કરીને તેનું ધ્યાન ખેંચ્યું હતું. ફેને ટ્વિટ કર્યું હતું કે, કંગનાજી તમારા ફોલોઅર્સ કાઉન્ટ ઓછા થઇ રહ્યા છે.

મને આ વાત પર પહેલા જ ધ્યાન ગયું હતું પરંતુ હવે હું તમારું ધ્યાન ખેંચી રહ્યો છું. પહેલા તમારા ફોલોઅર્સ ૯૯૨હજાર હતા જે હવે ફક્ત ૯૮૮હજાર થઇ ગયા છે.

કંગનાએ પણ પોતાના ફેન્સની આ વાતનું સમર્થન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે, મેં પણ આ પેટર્ન નોટિસ કરી છે. રોજ મારા ૪૦-૫૦ હજાર ફોલોઅર્સ ઓછા થઇ રહ્યા છે. હું ટ્વિટર પર ઘણી નવી છું. આ કઇ રીતે વર્ક કરે છે ?આમ કેમ થાય છે ?

કંગના પ્રથમ એવી સ્ટાર નથી, જેના ફોલોઅર્સ ઓછા થઇ રહ્યા હોય. આ પહેલા અમિતાભ બચ્ચને પણ ટ્વિટર પર ફોલોઅર્સ ઘટવાની ફરિયાદ કરી હતી.તેણે ટ્વીટ કરીને ટ્વિટરને પુછ્યું હતું કે આમ કેમ થઇ રહ્યું છે આ પછી તેની ફરિયાદ દૂર થઇ હતી. લાગે છે કે કંગનાની ફરિયાદ પણ જલદી પૂરી થઇ જશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.