ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ આજથી ઉત્તર ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે. બનાસકાંઠામાં આવેલા શક્તિપીઠ મા અંબાના ધામ અંબાજીમાં માતાજીનાં દર્શન કરીને સીઆર પાટીલ પોતાના પ્રવાસની શરૂઆત કરી છે.
આદ્યશક્તિના આશીર્વાદ લઈને સીઆર પાટીલ બનાસકાંઠાના મુખ્યમથક પાલનપુર જશે. પાલનપુરમાં ભાજના કાર્યકરો અને અગ્રણીઓ સાથે બેઠક કરશે. પક્ષના કાર્યકરોને માર્ગદર્શન આપશે.
જે બાદ સીઆર પાટીલ બનાસકાંઠાના ડીસામાં જવાના છે. ડીસામાં પણ પક્ષના કાર્યકરો, નેતાઓ, અગ્રણીઓ, વેપારીઓ અને ખેડૂતોને મળશે. માં અંબાના દર્શન કરી ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ઉત્તર ગુજરાતના પ્રવાસનો શુભારંભ કર્યો છે. આજે સવારે સીઆર પાટીલ અંબાજી મંદિર પહોંચ્યા છે.
જ્યાં તેઓએ શક્તિપીઠમાં માથુ ટેકવ્યું હતું. ભાજપા અધ્યક્ષ સીઆર પાટીલ આજે સૌ પ્રથમ વખત મા અંબાના દર્શન કરી રહ્યાં છે. તેઓએ ગર્ભગૃહમાં જઈને મા અંબાના દર્શન કર્યા હતા. ભટ્ટજી મહારાજ દ્વારા તેઓનું ચુંદડી ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં આજથી પાટીલના પ્રવાસની શરૂઆત થાય છે.
ત્રણ દિવસમાં તેઓ અંબાજી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી તથા ગાંધીનગરમાં બેઠકો કરીને કાર્યકર્તાઓને મળશે.
3 દિવસમાં તમામ જિલ્લામાં કાર્યકર્તાઓ તથા હોદ્દેદારો સાથે બેઠકો કરશે. સામાજિક તથા ધાર્મિક, સહકારી આગેવાનો સાથે પણ બેઠકો કરશે. જનસંઘ સમયના અગ્રણીઓની મુલાકાત લેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.