મમતા બેનરજીએ મોદીને લખ્યો પત્ર, ઉધાર લઇને પણ કેન્દ્ર રાજ્યોને જીએસટી ચુકવે

– સત્તામાં નહોતુ ત્યારે ભાજપ વળતર રાજ્યોને નહીં મળે તેવા ડરથી જ વિરોધ કરી રહ્યું હતુ

રાજ્યોએ જીએસટી વળતરી માગણી તેજ કરી દીધી છે. કોરોના મહામારી અને આર્થિક તંગી વચ્ચે કેન્દ્રએ રાજ્યોને જીએસટીનું વળતર ન આપતા હવે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ માગણી કરી છે કે કેન્દ્ર સરકાર પાસે ભંડોળ ન હોય તો ઉધાર લઇને રાજ્યોને આ વળતર આપે.

મમતાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે જેમાં કહ્યું છે કે કેન્દ્ર સરકાર જાણી જોઇને રાજ્યોના જીએસટીના વળતરના વળતર બાબતે આનાકાની કરી રહી છે. આમ કરીને બંધારણે રાજ્યો અને કેન્દ્રોને જે અધિકારો આપ્યા છે તેનું ખુલ્લેઆમ હનન કરી રહી છે. સાથે જ દેશનું જે રાજ્યો-કેન્દ્રોની સત્તાનું જે માળખુ છે તેને વિખેરી નાખવાના પ્રયાસોનો આરોપ પણ કેન્દ્ર પર લગાવ્યો હતો.

મમતાએ કહ્યું છે કે મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે પણ જીએસટીનો વિરોધ કર્યો હતો. સ્વર્ગીય અરુણ જેટલીએ ૨૦૧૩માં જાહેરમાં કહ્યું હતું કે ભાજપ જીએસટીનો વિરોધ વળતરના એક માત્ર મુદ્દાને લઇને કરી રહી છે. કેમ કે તેને એ વિશ્વાસ નથી કે કેન્દ્ર રાજ્યોના અધિકારોનો જીએસટીનો હિસ્સો લઇને તેને પરત આપશે. જે નુકસાન રાજ્યોને જીએસટી લાગુ કર્યા બાદ થઇ રહ્યું છે તેની ભરપાઇ કેન્દ્ર નહીં કરી શકે તેમ જેટલીએ તે સમયે કહ્યું હતું. હવે જ્યારે કેન્દ્રમાં ભાજપની સત્તા છે ત્યારે જેટલીની આ વાત સાચી પડી રહી છે. કેન્દ્ર રાજ્યોને તેમનું વળતર આપવા જ નથી માગતી. આમ કરીને તે રાજ્યોને નબળા પાડવા માગે છે. આ પહેલા પણ ચાર રાજ્યોએ કેન્દ્રને ચીઠ્ઠી લખીને જીએસટીના વળતરની માગણી કરી હતી. જેમાં પંજાબ અને તામિલનાડુનો પણ સમાવેશ થાય છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.