કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ ફરી મોદી સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા છે.
મોદી સરકારની સતત ટીકા કરી રહેલા રાહુલ ગાંધીએ આ વખતે નોટબંધીના મુદ્દે નિશાન સાધ્યુ છે.રાહુલ ગાંધીએ કહ્યુ છે કે, ચાર વર્ષ પહેલા લાગુ કરાયેલી નોટબંધી અનઓર્ગેનાઈઝડ સેક્ટર પરનુ આક્રમણ હતુ.તેની પાછળનો ઈરાદો આ સેક્ટરમાંથી રોકડ રકમ કાઢવાનો હતો.નોટબંધીથી કોઈ ફાયદો થયો નથી.આખા દેશે તેની સામે લડવાની જરુર છે.
રાહુલ ગાંધીએ કહ્યુ છે કે, નોટબંધી હિન્દુસ્તાનના ગરીબો, ખેડૂતો, મજૂરો અને નાના દુકાનદારો પરનુ આક્રમણ હતુ.નોટબંધી પછી આખુ ભારત બેન્કો સામે જઈને ઉભુ રહ્યુ હતુ.દરેકે પોતાના પૈસા બેન્કમાં જમા કરાવ્યા હતા પણ એ પછી શું કાળુ નાણુ ખતમ થયુ …ના નથી થયુ.ભારતની ગરીબ જનતાને નોટબંધીનો કોઈ ફાયદો મળ્યો નથી.
તેમણે કહ્યુ છે કે, નોટબંધીનો ફાયદો અબજોપતિઓને થયો છે.તમારા પૈસા તમારા ગજવામાંથી કાઢીને તેનો ઉપયોગ ધનિકોનુ દેવુ માફ કરવા માટે કરાયો હતો.કેશલેસ ઈકોનોમીના કારણે અનઓર્ગેનાઈઝડ સેક્ટર ખતમ થવાના આરે છે.નોટબંધીથી રોકડનો ઉપયોગ કરતા ખેડૂતો, મજૂરો અને નાના નાના વ્યવસાય કરતા લોકોને નુકસાન થયુ છે.
ઉલ્લેખનીય છે કે, 8 નવેમ્બર,2016ના રોજ નોટબંધી લાગુ કરાઈ હતી.જેના ભાગરુપે 500 અને 1000ની નોટો ચલણમાંથી રદ કરી દેવાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.