સુરતથી સાળંગપુર દર્શને જતા પરિવારને ધંધુકા પાસે અકસ્માત નડતા બે ભાઈ અને તેમની પત્નીઓના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. જ્યારે ભત્રીજાને ઇજા થતાં તેને અમદાવાદ ખસેડાયો છે.
અકસ્માત:ભાવનગર-અમદાવાદ હાઇવે ના ઘંઘુકા -બરવાળા રોડ પર તગડી પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. સુરતનો પરિવાર કાર લઈને સાળંગપુર દર્શન કરવા જઈ રહ્યો ત્યારે ધંધુકાના તગડી પાસે જીજે 05, જેઆર 2526 નંબરની કાર ટ્રક પાછળ ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે સગા ભાઈ અને તેમની પત્નીઓના મોત થયા છે.
જ્યારે મોટાભાઈના દીકરાને ગંભીર ઇજતા થતાં તેને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. મૃતકોની ડેડ બોડી પી.એમ. માટે ધંધુકા હોસ્પિટલ ખાતે લાવવામાં આવી છે. આજે વહેલી સવારે આ ઘટના બની હતી. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા નેશનલ હાઈવે નંબર 48 પર ઇકો કાર ટ્રેલરને ઓવર ટ્રેક કરવા જતા કાર ટ્રેલર પાછળ ઘૂસી ગઈ હતી. જેમાં કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે બેને ઇજા પહોંચી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.