ભારત દુનિયામાં સૌથી વધારે કોરોના ટેસ્ટ કરનારો બીજો દેશ : સ્વાસ્થ્ય મંત્રાલય

દેશમાં વધી રહેવા કોરોના સંક્રમણને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ ગુરુવારે યોજાઈ, આ દરમિયાન મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણ, જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલ, ICMRના ડીજી ડૉ. બલરામ ભાર્ગવ હાજર રહ્યાં. રાજેશ ભૂષણે જણાવ્યું કે, ભારત દુનિયામાં બીજો સૌથી વધારે કુલ ટેસ્ટ કરનારો દેશ બની ગયો છે. ગઈકાલે એક દિવસમાં સૌથી વધારે 68,584 લોકો સ્વસ્થ થયાં.

સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે કહ્યું, ગત 24 કલાકમાં કોરોના માટે 11.72 લાખ ટેસ્ટ થયાં છે. જો અત્યાર સુધીના 24 કલાકમાં સૌથી વધારે ટેસ્ટ કરવાનો રેકોર્ડ છે. રિકવરી કેસ એક્ટિવ કેસથી સાડા ત્રણ ગણો વધારે છે.

કુલ મોતના 70% દર્દીઓ આ રાજ્યમાંથી

કોરોના વાઈરસથી સૌથી વધારે પ્રભાવિત રાજ્યોમાં સૌથી આગળ મહારાષ્ટ્ર છે. બીજા સ્થાન આંધ્રપ્રદેશ જ્યારે ત્રીજા, ચોથા અને પાંચમાં સ્થાને કર્ણાટક, તમિલનાડૂ અને ઉત્તરપ્રદેશ છે. દેશના કુલ એક્ટિવ કેસના 62% એક્ટિવ કેસ આ પાંચ રાજ્યોમાં છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધારે મોત થયાં છે. કુલ મોતના 70% આ પાંચ રાજ્યોમાંથી જ છે. વિકલી બેઝ પર જોવામાં આવે તો આ પાંચ રાજ્યોમાં દર્દીઓના મોતની સંખ્યા વધી છે અને એક્ટિવ કેસમાં પણ ઘટાડો થયો છે.

ટેસ્ટિંગ વધારવા પર ભાર

હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણે કહ્યું કે, હું માનું છું કે કેટલાંક રાજ્ય પોતાની ક્ષમતાથી ઓછા RT-PCR ટેસ્ટ કરી રહ્યાં છે. અમે તેમની સાથે સંપર્કમાં છીએ અને તેમને RT-PCR ટેસ્ટ વધારવાનું જણાવી રહ્યાં છીએ. તેમણે કહ્યું કેટલાંક રાજ્યોમાં હેલ્થ વર્કર્સ વધારે સંક્રમિત થઈ રહ્યાં છે. તેલંગણામાં 18%, દિલ્હીમાં 14%, મહારાષ્ટ્રમાં 16%, પંજાબમાં 11%, કર્ણાટકમાં 13% અને પોંડીચેરીમાં 12% હેલ્થ વર્કરનો પોઝિટિવિટિ રેટ છે. આ રાજ્યોને કહેવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલમાં પ્રોટોકોલ અને SOPsનું પાલન થઈ રહ્યું છે કે નહી તેના પર ધ્યાન આપે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.